આજનો દિન વિશેષ મહિમા ૧૪ જાન્યુઆરી | 14 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૪ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 14 January ના ખાસ દિન વિશેષમા વિનોદ ભટ્ટની જન્મજયંત અને મકરસંક્રાતિ, ઉત્તરાયણ તહેવાર. તેમજ ૧૪ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ. 

Aaj No Din Vishesh Din Mahima 14 january

૧૪ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: વિનોદ ભટ્ટની જન્મજયંતી

તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઇ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો  તો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા.
 
પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા.૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી.
 
બાળપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટ કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં ‘ હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો ' જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા. ગુજરાતી ભાષાના ગણમાન્ય દૈનિકો અને સામયિકોમાં વિનોદ ભટ્ટ નિયમિતપણે લખ્યું હતું. પરિણામે તેમના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે.
 
Aaj No Din Vishesh 14 January
 
પહેલું સુખ તે મૂંગી નારથી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે.
 
વિનોદ ભટ્ટે “ એવા રે અમે એવા " શીર્ષકથી આત્મકથા પણ લખી છે. તેમનું ૧૯૭૬માં કુમારચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું.
 
ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક - ચાહક વર્ગ ધરાવતા આ સાહિત્યકારનું લાંબી બીમારી પછી અમદાવાદ ખાતે ૨૩ મે, ૨૦૧૮ ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ, હાસ્યયાત્રા નીકળી હતી.

14 January General Knowledge | ૧૪ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 14 જાન્યુઆરી,1641 માં યુનાઈટેડ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મલાક્કા શહેર જીતી લીધું.
  • 14 જાન્યુઆરી , 1659 માં ઈલવાસની લડાઈમાં પોર્ટુગી સ્પેનને હરાવ્યું.
  • 14 જાન્યુઆરી , 1760 માં ફ્રેન્ચ જનરલ લેલીએ પોંડિચેરી બ્રિટિશરોને સોંપી.
  • 14 જાન્યુઆરી, 1761 માં પાણીપતન ત્રીજું યુદ્ધ ભારતમાં મરાઠા શાસકો અને અહમદ શાહ દુરરાની વચ્ચે થયું હતું.
  • 14 જાન્યુઆરી, 1784 માં યુનાઈટેડ · સ્ટેટ્સ બ્રિટન સાથે શાંતિ સંધિને બહાલી આપી.
  • 14 જાન્યુઆરી, 1869 માં ઇંગ્લેન્ડ અને સ્પેને નેપોલિયન બોનાપાર્ટ સામે જોડાણા બનાવ્યું હતું.
  • 14 જાન્યુઆરી, 1887 માં પેરુએ સ્પેનની સામે યુદ્ધની ઘોષણા કરી.

આજનો દિન વિશેષ ૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ

આજનો દિન વિશેષ ૧૪ જાન્યુઆરી મકરસક્રાંતિ

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાતિ કહે છે.
 
વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્સવને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંક્રમણ એટલે મૂળ જગ્યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું. 
 
અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ અવું સૂર્ય મકરરાશિમાં પ્રવેશતા જ તેજોમય બને છે અને અંધારું ધીમે-ધીમે ઘટવા લાગે છે. મકરસંક્રાતિ સંક્રાંતિ એટલે સમ્યક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. આમ, મકરસંક્રાતિ અસતમાંથી સત તરફ સમજદારીપૂર્વક, ક્રાંતિ એટલે કે સંક્રાંતિ, સુસંગ, આમુદાયિક શક્તિ વગેરેનો આપણને મહિમા જણાવે છે.
 
મકરસંક્રાતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનો, જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે. આપણા ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની ચિક્કી,ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. 
 
આ દિવસે ઘઉં,બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન- દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ઘુઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. 
 
મહાભારતમાં કુરુ વંશના સક્ષક ભીષ્મપિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જયારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. 
 
આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આથી ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.  
 

આજના દિન વિશેષ ૧૪ જાન્યુઆરી બનેલી મહત્વની ઘટનાઓ

  • 1918 – ફ્રાન્સના ભૂતપૂર્વ વડા પ્રધાન જોસેફ કેલેક્સની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી.
  • 1912 – રેમન્ડ પોઈનકેરે ફ્રાન્સના વડા પ્રધાન બન્યા.
  • 1907 જમૈકામાં આવેલા ભૂકંપે કિંગ્સ્ટન શહેરમાં તબાહી મચાવી હતી અને એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. જમૈકામાં આવેલા ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા હતા.
  • 1867 – પેરુએ સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1858 – નેપોલિયન III ની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો.
  • 1809 - ઈંગ્લેન્ડ અને સ્પેને નેપોલિયન બોનાપાર્ટ સામે જોડાણ કર્યું.
  • 1784 – અમેરિકાએ બ્રિટન સાથે શાંતિ સંધિને બહાલી આપી.
  • 1761 પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. 
12 January Din Vishesh
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.