આજનો દિન વિશેષ મહિમા ૧૪ જાન્યુઆરી | 15 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૫ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 15 January ના ખાસ દિન વિશેષમા ભારતીય ભૂમિ દળ દિન અને ડો. માર્ટિન લ્યુથર કિંગની જન્મ જયંતિ છે. જેમના વિશે વધુ માહિતી તેમજ ૧૫ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ. 
 
15 January Aaj No Din Vishesh Mahima

આજનો ખાસ દિન વિશેષ ૧૫ જાન્યુઆરી ભારતીય ભૂમિ દળ દિન

સેનાની એક પાંખ એટલે થલ સેના અથવા ભૂમિ દળ. ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ એ ભારતીય સેના બ્રિટિશ સેનાથી મુક્ત થઈ એટલે ૧૫ જાન્યુઆરી ના રોજ ભારતીય ભૂમિ દળ દિન તરીકે ઉજવાય છે.
 
આ દિને કે.એમ. કરિઅપ્પા ભારતીય સેનાના કમાન્ડર ઈન ચીફ બનાવવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ તેના સર્વોચ્ચ કમાન્ડર છે. તે પછી તેના વડાના હોદ્દાને ચીફ ઓફ આર્મી સ્ટાફ કહેવાય છે. તે ફોર સ્ટાર જનરલ હોય છે. ભારતીય ભૂમિ સેનાનું આદર્શ સૂત્ર છે.
 
સર્વિસ બિફોર સેલ્ફી, સૈનિકો માત્ર યુદ્ધ માટે જ નહિ પરંતુ પૂર જેવી આપત્તિ વખતે તેઓ પ્રશંસનીય કામગીરી બજાવે છે. ભારતીય ભૂમિ સેનાનું મુખ્યાલય નવી દિલ્લીમાં છે. 
 

15 January General Knowledge | ૧૫ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 1784: બંગાળની એશિયાટિક સોસાયટીની સ્થાપના.
  • 1934: ભારત અને નેપાળમાં 8.7 નો ભૂકંપ આવ્યો. આ ધરતીકંપની આશરે 11,000 લોકો માર્યા ગયા હતા.
  • 1975: અંગોલાની સ્વતંત્રતા માટે પોર્ટુગલ કરાર કરાર.
  • 1988: ભૂતપૂર્વ ભારતીય બોલર નરેન્દ્ર હિરવાનીએ, ઐતિહાસિક સિદ્ધિ લેતા વેસ્ટ ઈન્ડિઝ સામેની તેમની પ્રથમ ટેસ્ટ મેચમાં 16 વિકેટ લીધી.
  • 2012: ભારતની પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમી વ્યારાનું અવસાન થયું છે.

આજના દિન વિશેષ ૧૫ જાન્યુઆરી બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૫૫૯ – એલિઝાબેથ પ્રથમની લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં ઈંગ્લેન્ડના મહારાણી તરીકે તાજપોશી કરવામાં આવી.
  • ૧૮૯૨ – જેમ્સ નાઈસ્મિથે બાસ્કેટબોલના નિયમો પ્રકાશિત કર્યા.
  • ૨૦૦૧ - વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન મુક્ત જ્ઞાનકોશ વિકિપીડિયાની શરૂઆત કરવામાં આવી

૧૫ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: ડો. માર્ટિન લ્યુથર કિંગની જન્મ જયંતિ

ગાંધી વિચારના પરમ ઉપાસક અને આરાધક તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સામાજીક કાર્યકર અને ચળવળકાર ડૉ. માર્ટિન લ્યૂથર કિંગનો જન્મ ૧૫ જાન્યુઆરી, ૧૯૨૯ ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના એટલાન્ટામાં થયો હતો.
 
નાનપણથી જ તેમણે કાળા - ગોરાના ભેદ જોયા અને પ્રતીતિ થઇ કે રંગદ્વેષના આ મહારોગના મૂળ ખૂબ ઊંડા છે. દરમિયાન તેમણે દાર્શનિક થોરોનો નિબંધ વાંચ્યો અને ગાંધીજીના જીવન વિશે વિચારો સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે એમના જ માર્ગે આગળ વધવા કમર કસી.
 
અમેરિકન નિવાસી હબસીઓને નાગરિક તરીકેના તમામ હક્ક પ્રાપ્ત થાય એ એક માત્ર ધ્યેય પાછળ તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો.ગાંધીજીની અહિંસક 'દાંડીયાત્રા' ની જેમ 'વોશિંગ્ટન કૂચ’ અને ‘મોટંગમરી કૂચ' આદરીને અમેરિકાના ગાંધી'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું.
 
ગાંધીજીના મૃત્યુ બાદ એમનો અહિંસક સત્યાગ્રહનો વિચાર ડૉ. કિંગ દ્વારા અમેરિકામાં પુનરાવતાર થવા પામ્યો અને જગતને કરી એકવાર અહિંસાની કાર્ય સાધક શક્તિનું દર્શન થયું. ઈ.સ.૧૯૬૪ માં તેમને વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. માત્ર ૩૯ વર્ષની યુવાન વયે ૪ એપ્રિલ, ૧૯૬૮ ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના મેમ્પિસ ખાતે એક ગોરા માણસે એમની હત્યા કરી.
 
મૃત્યુ પછી ગાંધીજીની ઇચ્છા તો કોઇ હરિજનને ત્યાં જ જન્મ લેવાની હતી, પરંતુ નિગ્રો લોકોની દુર્દશા જોઇને એમણે પોતાનો વિચાર બદલ્યો હોય તેમ ડૉ. કિંગના રૂપમાં એમનો પુનરાવતાર થયો છે, એમ કહી શકાય.ચેસ્ટર બોલ્ટે અંજલિ આપતા કહ્યું કે, "છેલ્લા સો વર્ષના ભારે જહેમતભર્યા માર્ગે જે સિદ્ધ ન થયું તે ડૉ. કિંગે મહાત્મા ગાંધીજીની કાર્યપદ્ધતિથી માત્ર દશ જ વર્ષમાં સિદ્ધ કરી બતાવ્યું."
 
13 January Din Vishesh
14 January Din Vishesh 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.