આજનો દિન વિશેષ મહિમા ૧૬ જાન્યુઆરી | 16 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૬ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 16 January ના ખાસ દિન વિશેષમા મહાદેવ ગોવિંદ રાનડેની પૂણ્યતિથી છે. જેમના વિશે વધુ માહિતી તેમજ ૧૬ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ.
 
aaj-no-din-vishesh-mahima-16-january-general-knowledge

૧૬ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: મહાદેવ ગોવિંદ રાનડેની પૂણ્યતિથી

મહાદેવ ગોવિંદ રાનડે પ્રખર ન્યાયમૂર્તિ, સમાજસુધારક મહાદેવ ગોવિંદ રાનડેને જન્મ ૧૮ જાન્યુઆરી, ૧૮૪૨ ના રોજ પુનામાં થયો હતો. પૂનામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ૧ વર્ષની વયે અંગ્રેજી ભાષા શિક્ષણ મેળવવાનો પ્રારંભ કર્યો.સ્નાતક થયા બાદ કાયદા ક્ષેત્ર પસંદ કર્યું. 
 
પુનાની એલફિન્સ્ટન કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક થઈ હતી. મહાદેવ ગોવિંદ રાનડેએ સમાજસુધારણા કાર્યોમાં આગળ આવી ભાગ લીધો હતો. પ્રાર્થનાસમાજ અને બ્રહ્મસમાજના સમાજસુધાર કાર્યોથી પ્રભાવિત થયા.તેમણે સ્ત્રીશિક્ષણનો પ્રચાર કર્યો.
 
બાળવિવાહના કટ્ટરવિરોધી અને વિધવાવિવાહના તેઓ સમર્થક હતા. તેમણે ‘વિધવા વિવાહ મંડળ” ની સ્થાપના કરી હતી. હિંદી રાષ્ટ્રીય મહાસભા' ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર પૂના જ રહ્યું. હિંદી, અર્થશાસ્ત્ર અને સમાજસુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું.
 
રાનડે પ્રખર વિદ્વાન હતા. તેમની અનેક ગ્રંથોની રચના કરી છે જેમાં મુખ્ય વિધવા પુનર્વિવાહ, માલગુજારી કાનૂન, રાજા રામમોહનરાય, ધાર્મિક તેમજ સામાજિક સુધાર છે. દેશની ભરપૂર સેવા કરનાર અને સમાજને નવી દિશા આપનાર ગોવિંદ રાનડેનું ૧૬ જાન્યુઆરી,૧૯૦૧ ના રોજ અવસાન થયું.  

16 January General Knowledge | ૧૬ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

1581: સંસદ યુકેમાં રોમન કૅથલિક કૅથલિકો વિરુદ્ધ કાયદો પસાર કર્યો.
1761: બ્રિટીશરોએ ફ્રેન્ચ કબજામાંથી પોંડિચેરીને પકડ્યો
1769: કલકત્તા (હવે કોલકાતા) ના અગિયારમાં ટ્રેનિંગ હોર્સ રેસિંગનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું.
1938: જાણીતા બંગાળી લેખક, શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અવસાન થયું.
1989: સોવિયેત સંઘે મંગળ માટે બે વર્ષના માનવ અભિયાન માટે તેની યોજના જાહેર કરી.
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.