આજનો દિન વિશેષ ૧૭ જાન્યુઆરી | 17 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૭ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 17 January ના ખાસ દિન વિશેષમા બાબુ ગુલાબરાયની જન્મ જયંતિ છે. જેમના વિશે વધુ માહિતી તેમજ ૧૭ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ. 

Aaj No Din Vishesh Din Mahima 17 january

આજનો દિન વિશેષ: બાબુ ગુલાબરાયની જન્મ જયંતિ

બાબુ ગુલાબરાય ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૮૮૮ના ૯ રોજ ઉત્તરપ્રદેશના ઈટાવામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મૈનપુરીમાં પૂર્ણ કર્યું. આગ્રા કૉલેજમાં બી.એ 60 પૂર્ણ કર્યા બાદ દર્શનશાસ્ત્રમાં એમ.એ નો અભ્યાસ કરવા છતરપૂર ગયા.
 
બાબુ ગુલાબરાયની દાર્શનિક રચનાઓ હિંદની ભાષાઓમાં રજૂ કરી હતી. તેમણે સામાજિક, સાંસ્કૃતિક,મનોવૈજ્ઞાનિક જેવાં અનેક વિષયોનું હિંદી ભાષામાં લખી હિંદી ભાષાની અભિવૃદ્ધિ કરી હતી. બાબુ ગુલાબરાય એ મૌલિક ગ્રંથોની રચનાની સાથોસાથ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે.
 
 તેમની મુખ્ય રચનામાં નવરસ,કર્તવ્ય,તર્કશાસ્ત્ર,પ્રકાર પ્રભાકર,મારી અસફળતા, ભારતીય સંસ્કૃતિઓની રૂપરેખા,વિજ્ઞાન વાર્તા,સત્ય હરિશ્ચંદ્ર વગેરે છે. સાહિત્યિક સેવાઓ આપવા બદલ બાબુ ગુલાબરાયને આગ્રા યુનિવર્સિટીએ ડી.લીટની ડિગ્રીથી સમ્માનિત કર્યા હતા.
 
આ ઉપરાંત ભારતીય ટપાલ વિભાગે ૨૨ જૂન, ૨૦૦૨ ના રોજ ટિકિટ પ્રકાશિત કરી. બાબુ ગુલાબરાયે અંતિમશ્વાસ સુધી સાહિત્યક્ષેત્રે સેવા આપી. ૧૩ એપ્રિલ, ૧૯૬૩ ના રોજ તેમનું દેહાવસાન થયું. 

17 January General Knowledge | ૧૭ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 17 જાન્યુઆરી,1917માં 2.5 કરોડ ડોલરમાં વર્જીન આઇલેક્સને અમેરિકાએ ખરીદ્યો હતો.
  • 17 જાન્યુઆરી,1941માં સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ફોલકાતાથી જર્મની માટે રવાના થયા હતા.
  • 17 જાન્યુઆરી,1946માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પહેલી બેઠક મળી હતી.
  • 17 જાન્યુઆરી,1989માં ઉત્તરી ધ્રુવ પર પહોંચનાર કર્નલ જે કે બજાજ પહેલા ભારતીય બન્યા હતા.
  • 17 જાન્યુઆરી,1908માં ભારતીય ગણિતજ્ઞ ડી. આર કાપાટેકરનો જન્મ થયો. હતો.
  • 17 જાન્યુઆરી,2014માં જાણીતી ફિલ્મ અભિનેત્રી સુચિત્રા સેનનું નિધન થયું હતું.

આજનો દિન વિશેષમા ૧૭ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ

૧૭૭૩ – કેપ્ટન જેમ્સ કૂકે એન્ટાર્કટિક વૃતની દક્ષિણે સફર કરવાના પ્રથમ અભિયાનનું નેતૃત્વ કર્યું.
૧૯૪૬ - સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રથમ સત્ર યોજાયું.
૧૯૯૨ - દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન કિચી મિયાઝાવાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોરિયન મહિલાઓને જાતીય ગુલામી માટે દબાણ કરવા બદલ માફી માંગી.
૧૯૯૬ - ચેક ગણરાજ્યએ યુરોપિયન સંઘના સભ્યપદ માટે અરજી દાખલ કરી.
૨૦૦૭ – ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણના જવાબમાં ડ્રમ્સડે ક્લોક (માનવનિર્મિત વૈશ્વિક
વિનાશની સંભાવનાનું એક પ્રતિક) ૨૩:૫૫ મિનિટ પર ગોઠવવામાં આવી.


"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.