આજનો દિન વિશેષ ૧૮ જાન્યુઆરી | 18 January General Knowledge

આજનો દિન વિશેષ, દિન મહિમા ૧૮ જાન્યુઆરી, Aaj No Din Vishesh Din Mahima: 18 January ના ખાસ દિન વિશેષમા હરિવંશરાય બચ્ચનની પૂણ્યતિથી છે. જેમના વિશે વધુ માહિતી તેમજ ૧૮ જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશેનુ જનરલ નોલેજ વાચીશુ. 

Aaj No Din Vishesh Din Mahima 18 january

આજનો દિન વિશેષ: હરિવંશરાય બચ્ચનની પૂણ્યતિથી

હરિવંશરાય બચ્ચન હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ ઉત્તરપ્રદેશનાં અલાહાબાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં એમ.એ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પી.એચ.ડી પૂર્ણ કર્યું. અલાહાબાદમાં અલાહાબાદ યુનિવર્સિટી અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા. 
 
આકાશવાણીમાં સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. “બચ્ચન ના કાવ્યોની વિલક્ષણતા તેમની લોકપ્રિયતા છે. તેઓ આત્મકેન્દ્રિત કવિ હતા. આજે પણ માત્ર હિંદી ભાષાના જ નહીં પરંતુ સર્વશ્રેષ્ઠ કવિઓમાં હરિવંશરાય બચ્ચનનું સ્થાન રહેલું છે. હરિવંશરાય બચ્ચનના પુત્ર અમિતાભ બચ્ચન અભિનેતા છે.
 
હરિવંશરાય બચ્ચનની પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે અને બીજી અન્ય રચનાઓ નિશા નિમંત્રણ, ‘એકાંત સંગીત’ છે. હરિવંશરાય બચ્ચનને ઈ.સ. ૧૯૬૮ માં હિંદી કવિતાની રચના બદલ ‘સાહિત્ય એકેડમી પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ઈ.સ.૧૯૭૬ ના વર્ષમાં સાહિત્ય તેમ જ શિક્ષણ' ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું.

18 January General Knowledge | ૧૮ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 18 જાન્યુઆરી, 1778માં હવાઇ દ્વીપસમૂહની શોધ કરનાર જેમ્સ કુક પહેલા યુરોપિયન બન્યા હતા.
  • 18 જાન્યુઆરી, 1919માં શાનદાર ગાડિઓ બનાવતી બ્રિટીશ કંપની બૅટલે મોટર્સ લિમિટેડની સ્થાપના થઈ હતી.
  • 18 જાન્યુઆરી, 1951માં જૂઠાણું પકડતી મશીનનો નેધરલેન્ડમાં પહેલી વખત ઉપયોગ કરાયો હતો.
  • 18 જાન્યુઆરી,1995માં yahoo.com ડોમેઈન બનાવવામાં આવ્યું હતું.
  • 18 જાન્યુઆરી, 2009માં બંગાળ ક્રિકેટ એસોસિએશનએ સૌરવ ગાંગૂલીને સોનાના બેટથી સન્માનિત કર્યા હતા.
  • 18 જાન્યુઆરી, 1972માં ક્રિકેટર વિનોદા કામ્બલીનો જન્મ થયો હતો.

આજનો દિન વિશેષમા ૧૮ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૮ – જેમ્સ કૂક હવાઈ દ્વિપસમૂહ શોધનાર પ્રથમ જાણીતા યુરોપિયન બન્યા.
  • ૧૯૭૨ - મુક્તિ વાહિનીના સભ્યોએ પાકિસ્તાન આર્મી સામે યુદ્ધ જીત્યાના એક મહિના બાદ નવા સ્વતંત્ર બાંગ્લાદેશની સરકારને શસ્ત્રો હેઠા મૂક્યા.
  • ૧૯૯૩- માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસ’ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ઉજવવામાં આવ્યો.
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.