30 જાન્યુઆરી આજનો દિન વિશેષ મહિમા | 30 January General Knowledge

આજનો દિન વિશેષ મહિમા ૩૦ જાન્યુઆરી Aaj No Dim Mahima, Din Vishesh: આજ રોજ જયશંકર પ્રસાદની જન્મજયંતિની છે અને સાથે આજના દિવસને ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે જાણીતાં સી. સુબ્રમણ્યમની જન્મ જયંતિ છે. તેમજ ૩૦ January ના દિવસનુ જનરલ નોલેજ પણ મેળવીશુ.  

Aaj No Dim Mahima 30 January  Din Vishesh

આજનો દિન વિશેષ: જયશંકર પ્રસાદની જન્મજયંતિ

મહાકવિના રૂપમાં સુવિખ્યાત તેમજ હિંદી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવતા યશંકર પ્રસાદનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૮૯૦ ના રોજ વારાણસીમાં થયો હતો. 'પ્રસાદ' તેમનું ઉપનામ હતું. 

પ્રારંભિક શિક્ષણ આઠમા ધોરણ સુધી લીધું,પરંતુ ઘરે રહી સંસ્કૃત, અંગ્રેજી, પાલી, પ્રાકૃત ભાષાઓનું અધ્યયન કરતા. ત્યાર બાદ એમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય તથા પુરાણ કથાઓનું એકનિષ્ઠ સ્વાધ્યાય શરુ કર્યું. 

એમના પિતા દેવી પ્રસાદ તમાકુ અને છીંકણી (સુંઘની)નો વ્યવસાય કરતા હતા, આથી એ સમયમાં વારાણસી ખાતે એમનો પરિવાર સુંઘની સાહૂના નામથી પ્રસિદ્ધ હતો.આધુનિક હિન્દી સાહિત્યના ઇતિહાસમાં તેમના કાર્યનો ગર્વ અકબંધ છે. 
jayshankar prasad gujarati essay

તેઓ એક યુગ-નિર્માતા લેખક હતા, જેમણે એક સાથે કવિતા, નાટક, વાર્તા અને નવલકથાના ક્ષેત્રમાં હિન્દી કૃતિઓને ગૌરવ આપ્યું. એક કવિ તરીકે તેઓ નિરાલા, પંત, મહાદેવી સાથે હિન્દી છાયાવાદના મુખ્ય આધારસ્તંભ તરીકે પ્રતિષ્ઠિત છે.

નાટક લેખનમાં ભારતેન્દુ પછી તેઓ એક અલગ શૈલીના યુગપ્રવર્તક નાટ્યકાર હતા, જેમના નાટકો આજે પણ વાચકો દ્વારા એટલાજ રસથી વાંચવામાં આવે છે. તિતલી, કંકાલ અને ઇરાવતી જેવી નવલકથાઓ તથા આકાશદીપ, મધુઆ અને પુરસ્કાર જેવી નવલિકાઓ એમના ગધ લેખન ક્ષેત્રે અપૂર્વ ઊંચાઇઓ દર્શાવે છે. 

કાવ્ય સાહિત્યમાં કામાયની તેમની બેજોડ કૃતિ ગણાય છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાવના-પ્રધાન વાર્તાઓના લેખન કાર્યમાં તેઓ અનુપમ હતા. એમના પાંચ વાર્તા-સંગ્રહ, ત્રણ નવલકથા તથા લગભગ બાર જેટલા કાવ્ય-ગ્રંથ ઉપલબ્ધ છે.

જયશંકર પ્રસાદને તેમની રચના 'કામાયની માટે મંગલપ્રસાદ એવોર્ડ મળ્યો હતો. ભારતીય સાહિત્યના બીજા રત્ન સુમિત્રાનંદન પંતે "કામાયની"ની તાજમહેલ સાથે સરખામણી કરી અને આ રચનાને સાહિત્યિક વિશ્વનો કિંમતી ખજાનો ગણાવ્યો. ૧૫ નવેમ્બર,૧૯૩૭ ના રોજ ક્ષય રોગની બીમારીને કારણે વારાણસી ખાતે એમનું અવસાન થયું હતું.
 

આજનો દિન મહિમા: સી. સુબ્રમણ્યમની જન્મ જયંતિ 

C. Subramanyam Gujarati Essay

ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે જાણીતાં સી. સુબ્રમણ્યમનો જન્મ 30 જાન્યુઆરી, ૧૯૧૦ ના રોજ કોયમ્બતુરમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મદ્રાસમાં પૂર્ણ કર્યા બાદ પ્રેસિડેન્સી કૉલેજમાં બી.એસ.સી ની ડિગ્રી મેળવી. ઈ.સ. ૧૯૩૨ માં કાયદા શિક્ષણ પૂર્ણ કરી ઈ.સ. ૧૯૩૬માં વકીલાતનો પ્રારંભ કર્યો. 

સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાને કારણે તેમની ધરપકડ થઈ હતી. ઈ.સ.૧૯૪૭ માં જયારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખાદ્ય ઉત્પાદનની સ્થિતિ અત્યંત દયનીય હતી, પૂર્વ ભારતમાં અનેક વાર દુકાળ પડ્યો અને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અનેક લોકો ભૂખમરાના શિકાર બન્યાં.
 
ભારતમાં દુકાળની સ્થિતિ હતી એ વખતે સી.સુબ્રમણ્યમ કૃષિમંત્રી હતા. દુકાળના પ્રશ્નને હલ કરવા તેમણે ખેડૂતોને જાગૃત કર્યા. ધીમેધીમે દુકાળની પરિસ્થિતિ કાબુમાં આવી અને તેમના કાર્યોની પ્રશંસા નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ.નાર્મન બોરલોગ પણ કરી હતી. સી.સુબ્રમણ્યમ ઈ.સ.૧૯૫૨ માં તમિલનાડુ વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાયા. 

એ રાજ્યમાં શિક્ષણમંત્રી, નાણામંત્રી તરીકે રહી ચૂક્યા છે. ઈ.સ.૧૯૯૦ માં તેમની નિમણુંક મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા માટે કાર્ય કરવા બદલ વાય.એસ.ચૌહાણ’ તેમજ ઈ.સ.૧૯૮૮ માં ભારત રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ૦૭ નવેમ્બર,000 ના રોજ તેમણે ચિરવિદાય લીધી. 
 

૩૦ જાન્યુઆરી જનરલ નોલેજ : 30 January General Knowledge

  • 30 જાન્યુઆરી, 1941માં સોવિયત સંઘની સબમરીનમાં એક જર્મન જહાજ ડૂબી ગયું જેમાં સવાર લગભગ 9,000 લોકો માર્યા ગયા.
  • 30 જાન્યુઆરી, 1948માં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી.
  • 30 જાન્યુઆરી , 1997માં 47 વર્ષો બાદ મહાત્મા ગાંધીજીની અસ્થિઓને સંગમમાં વિસર્જીત કરાઇ હતી.
  • 30 જાન્યુઆરી, 2007માં ટાટાએ એંગ્લો ડચ સ્ટીલ નિર્માતા કંપની કોરસ ગ્રુપને 12 અરબ ડોલરથી વધુમાં ખરીદી હતી.
  • 30 જાન્યુઆરી, 2009માં કોકા કોલા કંપનીએ કોકા કોલા ક્લાસિક નામ બદલી માત્ર કોકા કોલા જાહેર કર્યું હતું.
 

30 જાન્યુઆરી મહત્વની ઘટનાઓ

  • ૧૯૪૮ – ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી.
  • 1949 – નાઈટ એર મેઈલ સેવા શરૂ થઈ.
  • 1957 – લીગ ઓફ નેશન્સ દક્ષિણ આફ્રિકાને તેની જાતિવાદ વિરોધી નીતિ પર પુનર્વિચાર કરવા કહે છે.
  • 1964 – દક્ષિણ વિયેતનામમાં સૈન્યએ સત્તા કબજે કરી.
  • 1971 – ઈન્ડિયન એરલાઇન્સના‘ફોકર ફ્રેન્ડશિપ પ્લેનનું હાઇજેક.
  • 1972 – પાકિસ્તાન‘કોમનવેલ્થમાંથી ખસી ગયું.
  • 1974 – ઇન્ડિયન એરલાઇન્સનું ફોકર ફ્રેન્ડશિપ પ્લેન હાઈજેક થયું.
  • 1979 – રોડેશિયામાં નવું બંધારણ બનાવવામાં આવ્યું જેમાં કાળા લોકોને સત્તામાં ભાગ લેવાનો અધિકાર મળ્યો.
  • 1988 – નરોત્તમ સિંઘનુકે કંબોડિયામાં રાજીનામું આપ્યું.
  • 1989 – યુએસએ કાબુલ, અફઘાનિસ્તાનમાં તેનું દૂતાવાસ બંધ કર્યું.
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.