૩૧ જાન્યુઆરી આજનો દિન વિશેષ મહિમા | 31 January Din Vishesh General Knowledge

આજનો દિન વિશેષ મહિમા ૩૧ જાન્યુઆરી Aaj No Din Mahima, Din Vishesh: આજ રોજ પ્રથમ "પરમવીર ચક્ર" એવોર્ડ મેળવનાર એવા સોમનાથ શર્માની જન્મ જયંતિ છે તેમજ 31  January ના દિવસનુ જનરલ નોલેજ પણ મેળવીશુ.  

31 January Din Vishesh

આજનો દિન વિશેષ ૩૧ જાન્યુઆરી: મેજર સોમનાથ શર્માની જન્મ જયંતિ

ભારતીય સેનાના કુમાઉ રેજિમેન્ટની ચોથી બટાલિયન ડેલ્ટા કંપનીના કંપની કમાન્ડર, પ્રથમ "પરમવીર ચક્ર" એવોર્ડ મેળવનાર એવા સોમનાથ શર્માનો જન્મ ૩૧ જાન્યુઆરી, ૧૯૨૩ ના રોજ જમ્મુમાં થયો હતો. 

તેમના પિતા નુ ના સેનામાં ડોક્ટર હતા અને આર્મી મેડિકલ સર્વિસના ડાયરેક્ટર જનરલ પદ પરથી સેવાનિવૃત થયા હતા. સોમનાથનું પ્રારંભિક શિક્ષણ નૈનીતાલમાં પૂર્ણ કર્યું. નાનપણથી જ તેઓ રમત ક્ષેત્રે પારંગત હતા. 

તેમના મામા લેફ્ટનન્ટ કિશનદત્ત ઈ.સ. ૧૯૪૨ માં મલાયામાં જાપાનીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતા. રર ફેબ્રુઆરી, ૧૯૪૨ ના રોજ સેનામાં જોડાયા. તેમનું સૈનિક કાર્યકાળ દ્રિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન શરૂ થયું. 

03 નવેમ્બર, ૧૯૪૭ ના દિને મેજર સોમનાથ શર્માની ટુકડીને કાશ્મીર તરફ જવા હુકમ કરવામાં આવ્યો. સોમનાથ અને તેમની ટુકડી બદગામ પહોંચ્યા ત્યાં જ દુશ્મનોએ તેમના પર હુમલો કર્યો. દેશની રક્ષા માટે લડતાં આ પરમવીર સૈનિક શહીદ થયા. 

ભારતે સંરકારે સોમનાથ શર્માને મરણોપરાંત પરમવીર ચક્રથી સમ્માનિત કર્યા. મેજર સોમનાથને સો સો સલામ.

31 જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ : 31 January General Knowledge

  • 31 જાન્યુઆરી, 1599માં બ્રિટનની રાણી એલિઝાબેથ પ્રથમના આદેશથી ભારતમાં ' બ્રિટેનની પહેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી
  • 31 જાન્યુઆરી,1946માં તત્કાલીના સોવિયત સંઘના મોડેલને આધારે યુગોસ્વાવીયા બોરિટ્યા – હર્ઝેગોવિના, સર્બિયા, મેસેડોનિયા, મોન્ટેનેગ્રો, સ્લોવેનીયા, ક્રોએશિયા ના 6 દેશોનું વિભાજન.
  • 31 જાન્યુઆરી, 1983માં મોરને ભારતનું રાષ્ટ્રિય પક્ષી જાહેર કરાયું હતું.
  • 31 જાન્યુઆરી, 1990માં રશિયાની રાજધાની મોસ્કોમાં વિશ્વની સૌથી મોટું મેકડોનાલ્ડ સ્ટોર શરૂ થયું હતું.
  • 31 જાન્યુઆરી, 2013માં દક્ષિણ આફ્રિકાના પ્રીટોરિયામાં એક ટ્રેન દુર્ઘટનામાં લગભગ 2500 લોકો માર્યા ગયા હતા

આજનો દિન મહિમા ૩૧ જાન્યુઆરી: મહત્વની ઘટનાઓ

  • ૧૭૪૭ - લંડન લોક હોસ્પિટલમાં સૌ પ્રથમ ગુપ્તરોગ સારવાર કેન્દ્ર શરૂ થયું.
  • ૧૯૫૧ – કોરિયન યુદ્ધને લગતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ ક્રમાંક ૯૦ ને સ્વીકારવામાં આવ્યો.
  • ૧૯૬૮ - નૌરુએ ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મેળવી.
  • ૧૯૬૯ - બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બનાસ ડેરી) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી.
  • ૨૦૨૦ – ૪૭ વર્ષ સુધી સભ્ય રાષ્ટ્ર રહ્યા પછી પ્રજામત ૨૦૧૬ના આધારે યુનાઈટેડ કિંગડમ યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડ્યું.
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.