૨ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ મહિમા | 2 February General Knowledge

આજનો દિન વિશેષ મહિમા ૨ ફેબ્રુઆરી Aaj No Dim Mahima, Din Vishesh: આજ રોજ રાજકુમારી અમૃત કૌરની જન્મ જયંતિ છે તેમજ 2 February ના દિવસનુ જનરલ નોલેજ પણ મેળવીશુ.  

Aaj No Dim Mahima, Din Vishesh

આજનો દિન વિશેષ ૨ ફેબ્રુઆરી: રાજકુમારી અમૃત કૌરની જન્મ જયંતિ

ભારતના પ્રખ્યાત ગાંધીવાદી, સ્વતંત્રતા સેનાની અને એક સામાજિક કાર્યકર્તા રાજકુમારી અમૃત કૌરનો જન્મ ૦૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ માં ઉત્તરપ્રદેશના લખનૌમાં થયો હતો. તેમણે ઈંગ્લેડમાં શિક્ષણ પૂર્ણ કર્યું. ગોપાલકૃષ્ણ ગોખલેના સંપર્કમાં આવતાં જ તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રીતે ભાગ લેવા લાગ્યા.
 
એવામાં રાજકુમારી કૌરનો સંપર્ક મહાત્મા ગાંધીજી સાથે થયો. મહાત્મા ગાંધીજીના સચિવ તરીકે તેમણે ૧૬ વર્ષ સુધી કાર્ય સંભાળ્યું. ઈ.સ.૧૯૩૦ માં દાંડી યાત્રાની શરૂઆત થઈ ત્યારે રાજકુમારી કૌર પણ યાત્રામાં જોડાયા હતા અને જેલની સજા પણ ભોગવી હતી.
 
આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર રાજકુમારી ગૌરને અનેક આંદોલન દરમ્યાન જેલની સજા અંગ્રેજોએ ફટકારી હતી. રાજકુમારી કૌર પ્રથમ મહિલા હતા કે જેમને કેન્દ્રિય મંત્રી બનવાની તક મળી હતી. તેઓની પંડિત જવાહરલાલ નહેરુનાં નેતૃત્વમાં મંત્રીમંડળમાં નિમણુંક થઈ હતી.
 
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ની સ્થાપનામાં તેમની મુખ્ય ભૂમિકા રહેલી છે. ઈ.સ.૧૯૫૦ માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના અધ્યક્ષ તરીકે રાજકુમારીની નિમણુંક કરવામાં આવી. રાજકુમારી કૌર એ મહિલાઓ માટે ઈ.સ.૧૯૨૭ માં અખિલ ભારતીય મહિલા સંમેલનની સ્થાપના કરી.
 
આ ઉપરાંત તેમની ‘ઓલ ઈન્ડિયા વુમેન્સ એજ્યુકેશન ફંડ એસોસિએશન’ માં અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો અને નવી દિલ્લીમાં લેડી ઈરવીન કૉલેજ" ના કાર્યકારી સમિતિના સદસ્ય બનાવવામાં આવ્યા હતા. ૦૨ ઓક્ટોબર,૧૯૬૪ માં રાજકુમારી અમૃત કૌરનું દેહાવસાન થયું હતું.

2 ફેબ્રુઆરી જનરલ નોલેજ : 2 February General Knowledge

  • 2 ફેબ્રુઆરી,1862 માં શંભુનાથ પંડિત કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પહેલા ભારતીય ન્યાયાધીશ બન્યા હતા.
  • 2 ફેબ્રુઆરી,1952માં ભારતે મદ્રાસમાં પહેલો ટેસ્ટ ક્રિકેટ જીત્યો હતો.
  • 2 ફેબ્રુઆરી,1953 માં અખિલ ભારતીય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ નું ગઠન કરાયું હતું.
  • 2 ફેબ્રુઆરી, 2012માં સુપ્રીમ કોર્ટે 122 કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ ની ફાળવણી ગેરકાયદેસર જાહેર કરી હતી.
  • 2 ફેબ્રુઆરી, 2007માં ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા વિજય અરોડા નું નિધન થયું.

આજનો દિન મહિમા ૨ ફેબ્રુઆરી: મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૧ – રાણી વિક્ટોરીયાના અંતિમ સંસ્કાર કરાયા.
  • ૧૯૬૬ – ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાને કાશ્મીર સંબંધિત છ મુદ્દાનો એજન્ડા સૂચવ્યો.
  • ૧૯૭૧ – રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટની જગ્યાએ ઈદી અમીન યુગાન્ડાના નેતા બન્યા.
  • ૧૯૮૯ – સોવિયેત-અફઘાન યુદ્ધઃ છેલ્લી સોવિયેત બખ્તરબંધ ટુકડીએ કાબુલ છોડ્યું.
  • ૨૦૦૪ – સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરર નંબર ૧ ક્રમાંકિત મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો, આ સ્થાન તેણે રેકોર્ડ ર૩૭ સપ્તાહ સુધી જાળવી રાખ્યું.
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.