૩ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ મહિમા | 3 February Current Affairs 2023

૩ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ, 3 February કરંટ અફેર્સ 2023: આજ રોજ ચંદ્રકાન્ત શેઠ અને રઘુરામ રાજનનો જન્મદિવસ છે તેમજ આજના કરંટ અફેર્સ 3 February મા જનરલ નોલેજ પણ મેળવીશુ.  

aaj no din mahima 3 february din vishesh

૩ ફેબ્રુઆરી દિન વિશેષ: ચંદ્રકાન્ત શેઠનો જન્મદિવસ

"આર્યપુત્ર", "નંદ સામવેદી", "બાલચંદ્ર", અને "દક્ષ પ્રજાપતિ" જેવા ઉપનામોથી જાણીતાં ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદક, સંપાદક અને નિબંધકાર ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠનો જન્મ ૩ ફેબ્રુઆરી,૧૯૩૮ ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો.
 
તેમના કુટુંબનું મૂળ ગામ ખેડા જિલ્લાનું ઠાસરા ગામ છે.૧૯૫૪માં મેટ્રિક થયેલા શેઠે ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી - સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૧ માં એમ.એ. ની ઉપાધિ મેળવી.
chandrakant seth gujarati essay
 
૧૯૦૯ માં પ્રખર ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી પર ગૂજરાત વિધાપીઠમાંથી વિધાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરીને ૧૯૬૧ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક તરીકે જોડાયા.
 
૧૯૬૨ માં કપડવંજ કોલેજમાં, ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી ગુજરાત વિધાપીઠમાં, ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કોલેજમાં અને ૧૯૦૨ થી ૧૯૦૯ સુધી પુનઃ ગૂજરાત વિધાપીઠમાં અધ્યાપક અને સાહિત્ય વિભાગ - અધ્યક્ષ રહ્યા. ૧૯૦૯ થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સ્વાધ્યાયમંદિરમાં નિયામક તરીકે ચૂંટાયા અને ત્યાંથી નિવૃત્ત થયા બાદ ૧૯૯૮થી વિશ્વકોશમાં જોડાયા.
 
હાલમાં ગુજરાત વિશ્વકોશમાં સંપાદન - સહાયમાં તેઓ કાર્યરત છે. તેમના સાહિત્ય સર્જનમાં પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર નામે કવિતાઓ; સ્વપ્નપિંજર નાટક, નંદસામવેદી નિબંધ; રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય જેવાં વિવેચનો; ધુળમાંની પગલીઓ વર્ણન; ચહેરા ભીતર ચહેરા ચરિત્ર; ગુજરાતીમાં વિરામચિહ સંશોધન; પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા અનુવાદો; સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ જેવા સંપાદનોનો સમાવેશ થાય છે.
 
તેઓ ૧૯૬૪માં કુમારચંદ્રક અને ૧૯૮૩માં નર્મદ સુવર્ણચંદ્રકથી નવાજિત કરાયા છે.૧૯૮૪-૮૫માં ઉમા - સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૮૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૮૬માં તેમની રચના "ધુળમાંની પગલીઓ" માટે સાહિત્ય અકાદમી,દિલ્હીનો એવોર્ડ ચંદ્રકાન્ત શેઠને મળ્યો છે. આ ઉપરાંત ૧૯૮૬માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૨૦૦૫માં નરસિંહ મહેતા એવોર્ડ અને ૨૦૦૬માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પણ તેઓ સન્માનિત કરાયા છે.

૩ ફેબ્રુઆરી દિન મહિમા જનરલ નોલેજ

  • 3 ફેબ્રુઆરી,1970ના રોજ ભારતના પ્રથમ અને દુનિયાનું સૌથી મોટા કોલસા આધારિત ખાતર પ્લાન્ટ નો શિલાન્યાસ તલચરમાં કરવામાં આવ્યો.
  • ૩ ફેબ્રુઆરી,1988ના રોજ ભારતીયો નૌસેના ના પહેલા પરમાણુ સંચાલિત સબમરિન આઈએનએસ ચક્ર' ને સૈન્યના કાફલામાં સામેલ કરવામાં આવી.
  • 3 ફેબ્રુઆરી,1999માં ભારતીય રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ડેમોક્રેટિક જનતા દળ નો પુનરુદ્ધાર થયો.
  • ૩ ફેબ્રુઆરી, 1909 માં ભારતીય સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલી નો જન્મ થયો હતો.
  • 3 ફેબ્રુઆરી, 2016માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા બલરામ જાખરનું અવસાન થયું હતું.

આજનો દિન મહિમા ૩ ફેબ્રુઆરી: રઘુરામ રાજનનો જન્મ દિવસ

raghuram rajan gujarati essay

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ (ર૩ માં ) ગવર્નર શ્રી રઘુરામ રાજનનો જન્મ 03 ફેબ્રુઆરી, ૧૯૬૪ ના રોજ ભોપાલમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને બેલ્જિયમમાં પૂર્ણ કર્યું. ઈ.સ. ૧૯૭૪ માં ભારત પરત ફર્યા બાદ દિલ્લીમાં શિક્ષણ મેળવ્યું. 
 
ઈ.સ. ૧૯૮૫ માં તેમણે દિલ્લીના, આઈઆઈટીમાં ઈલેક્ટ્રીકલ એજીનીયરીંગમાં સ્નાતક કર્યું. રઘુરામ રાજનને આઈઆઈટી દિલ્લી દ્વારા બેસ્ટ ઓલરાઉન્ડ અચિવમેન્ટનો ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. ત્યાબાદ આઈઆઈએમ અમદાવાદ ખાતે વાણિજ્ય વ્યવસ્થા વિષય પર પોસ્ટ ગેજ્યુએશન કર્યું.
 
ઈ.સ. ૧૯૯૧ માં બેંકિંગ વિષય પર પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ.સ. ૨૦૦૩ માં સૌથી નાની ઉંમરના આર્થિક સલાહકાર અને શોધ નિર્દેશક તરીકે આઈએમએફમાં રઘુરામ રાજનની નિમણુંક કરવામાં આવી. ઈ.સ.૨૦૦૮ માં પૂર્વ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી. 
 
૦૪ સપ્ટેમ્બર, ૨૦૧૩માં ડી. સુબ્બારાવની સેવાનિવૃત્તિ બાદ રઘુરામ રાજને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પદ ગ્રહણ કર્યું. રઘુરામ રાજનને મધ્યમવર્ગના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતાં હતા. રઘુરામ રાજનને વર્ષ ૨૦૧૧ માં નાસ્કોમ દ્વારા ગ્લોબલ ઈન્ડિયન ઓફ ધ યર, વર્ષ ૨૦૧૨ માં ઇન્ફોસિસ દ્વારા આર્થિક વિજ્ઞાનનું સમ્માન અને વર્ષ ૨૦૧૩ માં નાણાકીય અર્થશાસ્ત્ર માટે સેન્ટર ઓફ ફાયનાન્સિયલ સ્ટડીઝ, વ્ઝ બેંક સમ્માન પુરસ્કારો મળેલા છે.
 
રઘુરામ રાજનના કાર્યકાળ પૂર્ણ થયા બાદ ૦૫ સપ્ટેમ્બર,૨૦૧૬ થી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર તરીકે ઉર્જિત પટેલની નિમણુંક કરવામાં આવી છે.

3 February Today Current Affairs in Gujarati 2023

3 February Today Current Affairs in Gujarati

૩ ફેબ્રુઆરી કરંટ અફેર્સમાં આપણે the poverty of political economy નામનું પુસ્તક, સાઇન્સ 20 સ્થાપના બેઠકનું આયોજન, 46મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન, સમતા કુંભ શરૂ, આર્થિક સર્વેક્ષણ 2022-23, પુરુષ હોકી ટિમના મુખ્ય કોચ ગ્રાહમ રીડનું રાજીનામુ, ઉત્તર બંગાળમાં ભારતીય સેના દ્વારા યુદ્ધ અભ્યાસ અને તાડના તેલની ખેતી માટે કયા રાજ્યની સરકારે પતંજલિ ફૂડ્સ ની સાથે સમજૂતી કરનાર રાજ્ય વિષે જાણીશું.

આજના કરંટ અફેર્સના મહત્વના ૧૦ પ્રશ્નો 

૧. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ અલ મકતુર શહેરનું નામ બદલી ને હિન્દ શહેર કર્યું છે?
જ. UAE

૨. તાજેતરમાં રજૂ થયેલ વર્ષ 2023ના બજેટમાં કયા વર્ષ સુધી ભારતને એનીમિયા મુક્ત કરવાની ઘોષણા કરવામાં આવી છે?
જ. 2047

૩. તાજેતરમાં કયા રાજ્યમાં ‘સમતા કુંભ’ શરૂ થયો છે?
જ. તેલંગણા

૪. તાજેતરમાં તાડના તેલની ખેતી માટે કયા રાજ્યની સરકારે પતંજલિ ફૂડ્સ ની સાથે સમજૂતી કરી છે?
જ. નાગાલેંડ 

૫. તાજેતરમાં ઉત્તર બંગાળમાં ભારતીય સેના દ્વારા કયો યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો હતો?
જ. ત્રિશક્તિ પ્રહાર
 
૬. તાજેતરમાં G20 સાઇન્સ 20 સ્થાપના બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
જ. પુડુચેરી 

૭. તાજેતરમાં કયા દેશની પુરુષ હોકી ટિમના મુખ્ય કોચ ગ્રાહમ રીડ ને રાજીનામું આપ્યું છે?
જ. ભારત

૮. તાજેતરમાં આવેલ આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર ભારતનો GDP વિકાસ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું છે?
જ. ૬.૫% 

૯. તાજેતરમાં 46મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે?
જ. મમતા બેનર્જી 

૧૦. તાજેતરમાં the poverty of political economy નામનું પુસ્તક કોણે લખ્યું છે?
જ. મેઘનાદ દેસાઇ  
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.