૭ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ મહિમા | 7 February Current Affairs 2023

૭ ફેબ્રુઆરી આજનો દિન વિશેષ, 7 February ગુજરાતી કરંટ અફેર્સ 2023: આજ રોજ મન્મથનાથ ગુપ્ત જન્મજયંતિ છે તેમજ આજના કરંટ અફેર્સ 7 February મા જનરલ નોલેજ પણ મેળવીશુ.
  
aajanu din vishesh gujarati current affairs 2023

૭ ફેબ્રુઆરી દિન વિશેષ: મન્મથનાથ ગુપ્ત જન્મજયંતિ

ભારતના સ્વતંત્રતા આંદોલનના એક છે મુખ્ય પ્રમુખ કાંતિકારી અને પ્રસિદ્ધ લેખક મન્મથનાથ ગુપ્તનો જન્મ ૭ ફેબ્રુઆરી, ૧૯૦૮ ના જ રોજ વારાણસીમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ નેપાળમાં પૂર્ણ કર્યા બાદ માત્ર ૧૩ વર્ષની વયે તેઓ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવા લાગ્યા.
 
તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય રહ્યા હતા. ૧૭ વર્ષની વયે તેઓ ઈ.સ.૧૯૨૫ માં ‘કાકોરી કાંડ' માં ભાગ લીધો. ટ્રેન રોકીને બ્રિટિશ સરકારનો ખજાનો લૂંટી લીધો જેમાં ૧૦ લોકો સામેલ હતા. ‘કાકોરી કાંડ’ નો કેસ ચાલ્યો અને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. 

મન્મથનાથ ગુપ્ત એ જેલમાં અનેક પુસ્તકોનું લેખન કર્યું જેમાં મુખ્ય ભારતીય ક્રાંતિકારી આંદોલનનો ઈતિહાસ, ક્રાંતિયુગનો અનુભવ, ‘ચંદ્રશેખર આઝાદ, ‘વિજયયાત્રા, ‘કથાકાર પ્રેમચંદ વગેરે રચનાઓ છે. પ્રસિદ્ધ ક્રાંતિકારી અને સિદ્ધહસ્ત લેખક મન્મથનાથ ગુપ્તનું નિધન 28 ઓક્ટોબર,ર000 ના રોજ થયું હતું.

7 ફેબ્રુઆરી દિન વિશેષ જનરલ નોલેજ

  • 7 ફેબ્રુઆરી, 1962માં જર્મનીમાં કોલસાની ખાણમાં થયેલ બ્લાસ્ટથી લગભગ 300 મજૂરોના મોત થયા હતા.
  • 7 ફેબ્રુઆરી, 1983માં કોલકાતામાં ઈસ્ટર્ન ન્યૂઝ એજન્સીની સ્થાપના કરાઈ હતી.
  • 7 ફેબ્રુઆરી, 2009માં મહારાષ્ટ્રના રાજ્યપાલ એસસી જમીર સ્વતંત્ર ભારતની 12મ તથા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ડી. લિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કર્યા હતા.
  • 7 ફેબ્રુઆરી, 2016માં ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંધિઓનું ઉલ્લંઘન કરી બાહ્ય અંતરિક્ષમાં સેટેલાઇટ લોન્ચ કર્યું હતું.
  • 7 ફેબ્રુઆરી, 1993માં ભારતના પ્રસિદ્ધ બેટમિંટન ખેલાડી કિદમ્બી શ્રીકાન્તનો જન્મ થયો હતો.

7 ફેબ્રુઆરી દિન વિશેષ મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૯ ‌- પ્લૂટો પ્રથમ વખત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાં ચાલ્યો ગયો.
  • ૧૯૮૬ - રાષ્ટ્રપતિ જીન-ક્લાઉડ ડુવેલિયર કેરેબિયન રાષ્ટ્રમાંથી ભાગી જવાથી હૈતીમાં એક જ પરિવારના અઠ્ઠાવીસ વર્ષના શાસનનો અંત આવ્યો.
  • ૧૯૯૦ - સોવિયેત યુનિયનનું વિસર્જન: સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિ સત્તા પરનો પોતાનો એકાધિકાર છોડી દેવા સંમત થઈ.
  • ૧૯૯૧ - હૈતીના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ જીન-બર્ટ્રાન્ડ એરિસ્ટિડે શપથ લીધા.
  • ૧૯૯૩ ૧૯૯૫ - ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ ધડાકાના મુખ્ય સૂત્રધાર રામઝી યુસુફની પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી.

7 February Today Current Affairs in Gujarati 2023

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ કેન્સર દિવસ, રક્ષક: એક શામ ગુજરાત પોલીસ કે નામ’ કાર્યક્રમનું આયોજન, ઇંડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશીપ 2023, 2027ના ફૂટબોલ એશિયા કપની મેજબાની કરનાર દેશ, G20 રોજગાર કાર્ય સમૂહની બેઠકનું આયોજન, ઇસ્લામનગર ગામનું નવું નામ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકનું આયોજન વિશે જાણીશું.

૧. વર્ષ 2027ના ફૂટબોલ એશિયા કપની મેજબાની કયો દેશ કરશે?
જ. સાઉદી અરબ 

૨. તાજેતરમાં કયા દેશે તેની કરન્સીમાં ‘બ્રિટિશ રાજશાહી’ ની તસ્વીર હટાવવાની ઘોષણા કરી છે?
જ. ઔસ્ટ્રેલીયા

૩. તાજેતરમાં ‘યાયા ત્સો’ ને કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા સ્થળ બનાવવામાં આવશે?
જ. લદ્દાખ 

૪. તાજેતરમાં G20 રોજગાર કાર્ય સમૂહની બેઠકનું આયોજન ક્યાં થયું છે?
જ. જોધપુર 

૫. તાજેતરમાં ‘ઇંડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશીપ 2023’ કોને જીતી છે?
જ. સાઇ સંજય 

૬. તાજેતરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ ક્યારે માનવવામાં આવ્યો?
જ. ૦૪ ફેબ્રુઆરી 

૭. તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ FAME યોજના (આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રીક વાહનો પર સબસિડી આપવામાં આવે છે)  અંતર્ગત ઈલેકટ્રિક વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને રહ્યું છે, તો ગુજરાતનું સ્થાન જણાવો?
જ. ચોથુ

૮.
તાજેતરમાં આયોજિત ‘રક્ષક: એક શામ ગુજરાત પોલીસ કે નામ’ કાર્યક્રમનું આયોજન ક્યાં થશે?
જ. અમદાવાદ 

૯. તાજેતરમાં ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવશે?
જ. ગુજરાત 

૧૦. તાજેતરમાં કયા રાજ્યની સરકારે ‘ઇસ્લામનગર ગામ’ નું નામ બદલી જગદીશ પૂર કર્યું?
જ. મધ્યપ્રદેશ 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.