૨૫ જાન્યુઆરી આજનો દિન વિશેષ મહિમા | 25 January General Knowledge

આજનો દિન વિશેષ મહિમા ૨૫ જાન્યુઆરી Aaj No Din Mahima, Din Vishesh: આજ રોજ રમણલાલ સોનીની જન્મ જયંતિ છે અને સાથે આજના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામા આવે છે. તેમજ 25 January ના દિવસનુ જનરલ નોલેજ પણ મેળવીશુ.  

Aaj No Dim Mahima, Din Vishesh

આજનો દિન વિશેષ:  ૨૫ જાન્યુઆરી રમણલાલ સોનીની જન્મ જયંતિ

સ્વતંત્રતા સૈનિક, બાળ સાહિત્યકાર અને ચરિત્રકાર તેમજ "સુદામો" ઉપનામથી જાણીતા રમણલાલ પિતામ્બરદાસ સોનીનો જન્મ ૨૫ જાન્યુઆરી, ૧૯૦૮ ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં પૂર્ણ કર્યું.
 
૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી.૧૯૪૫માં તેઓ બી.ટી. મોડાસા હાઇસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય બન્યા. ૧૯૪૫માં નોકરી છોડીને તેઓ સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય બન્યા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ યરવડા જેલમાં બંગાળી ભાષા શીખ્યા હતા.
 
ramanlal soni gujarati essay
 
તેમણે ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા. બાળ કાવ્યો, બાળ નાટકો, બાળ વાર્તાઓના ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે' રમણ સોનીના બાળકાવ્યો', છબીલોલાલ, ભગવો ઝંડો, ઇસપની બાળવાર્તા, ગલબા શિયાળના પરાક્રમો, ગલબા શિયાળની બત્રીસ વાતો, જગતના ઇતિહાસની વીરકથાઓ, રામરાજ્યના મોતી જેવા બાળસાહિત્યને લગતા અનેક પુસ્તકો તેમણે લખ્યા છે.
 
વિવેચકો દ્વારા અવગણાયેલુ તેમનું ‘રાખનું પંખી' નામનું ચરિત્રાત્મક પુસ્તક મોડાસા પંથકને ભીતર - બહારથી પ્રકટાવે છે. તેમના સાહિત્ય સર્જનની કદરરૂપે ૧૯૯૬માં તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૯માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. તેઓનું ૨૦સપ્ટેમ્બર, ૨૦૦૬ ના રોજ ૯૮ વર્ષની જૈક વયે અમદાવાદ ખાતે અવસાન થયું હતું.

25 જાન્યુઆરી જનરલ નોલેજ : 25 January General Knowledge

  • 25 જાન્યુઆરી,1880માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની શરૂઆત કરી હતી.
  • 25 જાન્યુઆરી, 1904માં પેંસિલ્વેનિયાના ચેસ્વિકમાં થયેલ કોલસા ખાણ વિસ્ફોટમાં 179 લોકોના મોત થયા હતા.
  • 25 જાન્યુઆરી, 1971માં હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્ય ઘોષિત કરાયું હતું.
  • 25 જાન્યુઆરી, 1980માં ત્રણ વર્ષના ગાળા બાદ પદ્મ વિભૂષણ, ભારત રત્ન વગેરે નાગરિક સમ્માન કરી પ્રદાન કરવામાં આવ્યા.
  • 25 જાન્યુઆરી, 2005માં મહારાષ્ટ્રના સતારામાં એક દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

25 જાન્યુઆરી દિન મહિમા મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૧ - થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
  • ૧૯૧૫ - એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
  • ૧૯૨૪ – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્ઘાટન થયું.
  • ૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ “કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ” માટે પેટન્ટ નોંધણી કરાવી.
  • ૧૯૫૦ ‌- ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
  • ૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
  • ૧૯૮૦ - મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

આજનો દિન વિશેષ: રાષ્ટ્રીય મતદાતા દિવસ

25 january national voter day gujarati essay

યુવાન છીએ, જ્વાબદાર છીએ; ગર્વ છે, મતદા૨ છીએ. મતદા૨ હોવાનું ગૌ૨વ, મત માટે તૈયા૨ ચાલો રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવીએ; સાથે મળી લોકશાહીને સુદ્રઢ બનાવીએ. ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના દિવસે જ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી.
 
દેશમાં યોજાતી સામાન્ય અને પેટાચૂંટણીઓમાં મતદાનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ B Better Indiad ર૦૧૩ થી લોકશાહી અને ચુંટણી થીમ ઉપર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતાઓને ઈનામથી પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.
 
ચુંટણી પ્રક્રિયામાં જોડાયેલાં નોડલ ઓફિસરોને સન્માનિત પણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦ ના રાષ્ટ્રીય વર્ષને મતદાતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ થી વર્ષ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કરવાનો હેતુ યુવાવર્ગ અને લોકોમાં ચુંટણી પ્રક્રિયામાં જાગૃતિ લાવવાનો છે. આ અંતર્ગત ખાસ કરીને યુવા મતદારોમાં ચુંટણી પ્રક્રિયાની જાણકારી વધે અને વધુ લોકો આ પ્રક્રિયામાં સક્રિય બને તે હેતુથી વર્ષ ૨૦૧૩ થી યુવા મતદાર મહોત્સનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં ક્વિઝ અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.