૨૪ જાન્યુઆરી આજનો દિન વિશેષ મહિમા | 24 January General Knowledge

આજના ખાસ દિન વિશેષ મહિમા 24 January Din Vishesh Mahima: ડો. હોમી ભાભાની પુણ્યતિથિ છે,  રાષ્ટ્રીય બાલિકા દિવસ પણ છે. જેના વિશે માહિતી મેળવીશુ અને ૨૪ જાન્યુઆરીના દિને મહત્વા નિર્ણયો, બનેલી ઘટના વિશે પણ જનરલ નોલેજ મેળવીશુ. 
 
24 January Din Vishesh Mahima

૨૪ જાન્યુઆરી આજનો દિન વિશેષ વ્યક્તિ: ડો. હોમી ભાભાની પુણ્યતિથિ

ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ અને ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે દોરનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. હોમી જહાંગીર ભાભાનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ ના રોજ મુંબઈમાં શિક્ષિત અને ધનાઢ્ય પારસી કુટુંબમાં થયો હતો. બાળપણથી જ હોમી ભાભા હોશિયાર હતા.
 
તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની જ કેથેડ્રલ જોન કેનન હાઈસ્કૂલમાં થયું. ત્યાર પછી આગળ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ઇંગ્લેન્ડ ગયા. એ સમયે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષ હતી. અહીં તેમણે ગણિત અને એન્જિનિયરિંગનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.
 
૧૯૩૩માં ડૉ.ભાલાને, "સર આઈઝેક ન્યૂટન" સ્ટુડન્ટશીપ મળી. એ પછી ૧૯૩૫માં ભૌતિકશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિશ્વવિધાલયમાંથી પી.એચડીની પદવી મેળવી. ૧૯૪૦માં હોમી ભાભા ભારત પાછા આવ્યા. અહીં આવ્યા બાદ બેંગ્લુરુમાં આવેલા વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્રમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.
24 january do homi bhabha punya tithi
 
૧૯૪૨ સુધી તેમણે અહીં કામ કર્યું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને ડૉ. હોમી ભાભા પરમાણુશક્તિ આયોગના અધ્યક્ષ બન્યા. આ મહાન વિજ્ઞાનીના પ્રયત્નને કારણે જ ૧૯૪૫માં મુંબઈમાં ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ' નામની સંસ્થાની સ્થાપના થઈ. ભારતનું સૌપ્રથમ પરમાણુ રિએક્ટર ટ્રોમ્બેમાં સ્થપાયું અને તેનો યશ પણ તેમને જાય છે.
 
મેસોન’ કણ ડૉ. ભાભાની ઉત્તમ શોધ ગણાય છે. કેમ્બ્રિજ વિશ્વવિધાલયે તેમને 'અડેમ્સ' પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ભારત સરકારે ૧૯૬૧માં તેમને 'પદ્મવિભૂષણ'નું સન્માન આપ્યું. આ જ વર્ષે ડૉ. હોમી ભાભાને મેઘનાદ સહા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો અને ૧૯૬૪માં 'મેલ્યુટ' એવોર્ડનું સન્માન મળ્યું.
 
૨૪ જાન્યુઆરી, ૧૯૬૬ ના રોજ માઉન્ટ બ્લાન્ક નજીક આ મહાન ભૌતિક વિજ્ઞાનીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયું. આ મહામાનવને ભારત દેશ હંમેશાં યાદ રાખશે.

24 જાન્યુઆરી આજનુ જનરલ નોલેજ | 24 January General Knowledge

  • 1857માં ભારતના કોલકાતા શહેરમાં યૂનિવર્સિટી ઓફ કોલકાતાની સ્થાપના કરાઈ હતી.
  • 24 જાન્યુઆરી, 1939માં ચિલીમાં આવેલ ભૂકંપમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા હતા.
  • 24 જાન્યુઆરી, 1950માં સંવિધાન સભાએ રાજેન્દ્ર પ્રસાદને દેશ પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા.
  • 24 જાન્યુઆરી, 1950માં જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકેની માન્યતા મળી હતી.
  • 24 જાન્યુઆરી, 2000માં દલિતોની અનામતને 10 વર્ષ માટે વધારવા માટે બંધારણના 79માં સુધારણા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી.
  • 24 જાન્યુઆરી,2011માં ભારત રત્નથી સન્માનિત પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીનું નિધન.

24 જાન્યુઆરીના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૭ કલકત્તા વિશ્વવિદ્યાલયની ઔપચારિક રીતે દક્ષિણ એશિયાના પ્રથમ સંપૂર્ણ વિકસિત વિશ્વવિદ્યાલય તરીકે સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૪૬ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર અણુ ઊર્જા આયોગની સ્થાપનાનો પ્રથમ ઠરાવ પસાર કર્યો.
  • ૧૯૫૦ જન ગણ મન ગીતને ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.
  • ૧૯૬૬ – જીનિવા જવા નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નં. ૧૦૧) ફ્રાન્સની વિખ્યાત મોંબ્લાં પર્વતમાળાના બોસન્સ નામના શિખર પર તૂટી પડતાં તમામ ૧૧૭ મુસાફરો માર્યા ગયા. વિમાનના મુખ્ય ચાલક હજારીલાલ પુરોહિત ૨૦૦ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવતા કાબેલ પાયલટ હતા. આ કમનસીબ વિમાનમાં ભારતીય અણુકાર્યક્રમના ભિષ્મ પિતામહ ડૉ. હોમી જહાંગીર ભાભા પણ હતા.

આજનો દિન વિશેષ રાષ્ટ્રીય બાલિકા દિન

24 january national girl child day

રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિને ઈન્દિરા ગાંધીએ પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું એ છે યાદગારીરૂપે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આજે દરેક ક્ષેત્રએ કન્યાઓ આગળ વધી રહી છે પરંતુ હજુ પણ તેઓ કુરિવાજોથી પીડાય છે.
 
આજે દેશમાં કન્યાઓની સંખ્યાઓમાં થઈ રહેલાં નોંધપાત્ર ઘટાડાથી ચિંતિત સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ૨૪ મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કન્યાઓ આગળ વધી રહી છે પરંતુ હજુ પણ તેઓ કુરિવાજોથી પીડાય છે.
 
આજે દેશમાં કન્યાઓની સંખ્યાઓમાં થઈ રહેલાં નોંધપાત્ર ઘટાડાથી ચિંતિત સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ૨૪ મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બાળ અને વિકાસ મંત્રાલય દ્વારા દેશમાં બાલિકાઓની ઘટી રહેલી સંખ્યા તથા વધી રહેલ સ્ત્રી ભૃણહત્યાની બદીને અટકાવવા માટે લોકજાગૃતિ લાવવાના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવે છે. 
 
આજના સમાજમાં દીકરીઓનું મહત્વ વધ્યું છે. બાલિકાઓ અને કિશોરીઓના કલ્યાણ હેતુ સરકારે સમગ્ર બાળવિકાસ સેવા ધનલક્ષ્મી' જેવી યોજના ચાલુ કરી હતી. હાલ “સબળા” યોજના  શોરીઓની સશક્તિકરણ માટે સમર્પિત છે. 



"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.