આજનો દિન વિશેષ મહિમા ૨૨ જાન્યુઆરી | 22 January General Knowledge

Aaj no din vishesh, din mahima 22 January આજનો દિન વિશેષ મહિમા: આજના દિન વિશેષમા જયશંકર ભૂધરદાસ ભોજક 'સુંદરી' ની પૂણ્યતિથિ અને યુ. થાંટનો જન્મ દિન છે. તેમજ ૨૨ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ અને લેવાયેલા નિર્ણયો વિશેનુ જનરલ નોલેજ મેળવીશુ.   

din mahima 22 January

આજનો દિન વિશેષ મહિમા: જયશંકર ભૂધરદાસ ભોજક 'સુંદરી' ની પૂણ્યતિથિ

સજીવ અભિનયથી લોક હૈયા ડોલાવનાર, નાટયકલાના આજીવન સાધક, આત્મકથાકાર અને દિગ્દર્શક તેમજ જયશંકર 'સુંદરી' તરીકે જાણીતા જયશંકર ભૂધરદાસ ભોજકનો જન્મ ૩૦ જાન્યુઆરી, ૧૮૮૯ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર નજીક ઉઢાઇમાં લોજક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
 
તેમના કુટુંબના સભ્યો નાટક અને ગાયન કલા સાથે જોડાયેલા હતા. તેમણે બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નાટક અને ગાયનની તાલીમ તેમણે તેમના દાદા, ત્રિભુવનદાસ પાસેથી મેળવી હતી જેઓ ઉસ્તાદ ક઼કરુદ્દીનના શિષ્ય હતા. પંડિત વાડીલાલ નાયક પાસેથી પણ તેમને તાલીમ મળી હતી.
 
બાળપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્યો નહીં. નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કર્યો. ઉર્દૂ નાટકોના એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનય તાલીમ શીખી લઇને, એમણે નાટકમાં નાની - મોટી ભૂમિકા ભજવવા માંડી.
 
ઇ.સ. ૧૯૦૧ માં ૧૨ વર્ષની ઉંમરે સૌપ્રથમ મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના 'ઓથેલો' પર આધારિત નાટક 'સૌભાગ્ય સુંદરી' માં તેમણે ડેસ્કેમોના પાત્રને "સુંદરી" તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને 'સુંદરી' ઉપનામ મળ્યું હતું.
 
સાહિત્યના અનેક સ્ત્રી પાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે જ્ઞાન મેળવ્યું હતું. ૬૦ થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવીને એમણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા. બાપુલાલ નાયકની સાથે તેમણે અનેક મુખ્ય સ્ત્રી પાત્રો ભજવ્યા હતા.
 
બાપુલાલ નાયક સાથે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર, નૃસિંહ વિભાકર અને મુળશંકર મુલાણીના નાટકો ભજવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું. ૧૯૪૮થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા.
 
ઈ.સ.૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય ધામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિધામંદિરમાંથી નાટકશાળા 'નાટ્યમંડળ'નો જન્મ થયો હતો. દલપતરામના નાટક 'મિથ્યાભિમાન' વડે તેમણે લોકકલા 
ભવાઇને પુનઃજીવિત કરી હતી.
 
૧૯૫૩માં તેમણે 'મેના ગુર્જરી' જેવા નાટકો વડે ભવાઈ અને બેઇજિંગ ઓપેરા જેવી કળાનું મિશ્રણ કર્યું હતું. માત્ર ‘મેના ગુર્જરીમાં પિતાની ભૂમિકા ભજવવા સિવાય બધા જ નાટકોમાં એમણે સ્ત્રીપાત્ર ભજવ્યું હતું. પોતાના અભિનય દ્વારા ‘સ્ત્રી’ ને પ્રગટ કરવી એ એમના જીવનનો અનુપમ લહાવો હતો.
 
૧૯૫૧માં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. ૧૯૫૭માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો.
 
૧૯૬૭માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ ૧૯૭૧માં એનાયત કર્યો હતો. ૨૨ જાન્યુઆરી, ૧૯૭૫ ના રોજ વિસનગરમાં તેમનું નિધન થયું હતું.


૨૨ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ | 22 January General Knowledge

  • 22 જાન્યુઆરી, 1905માં રશિયાના સેંટ પીટસબર્ગમાં મજુરો પર ગોળીઓ ચલાવવામાં આવી, જેમાં લગભગ 600થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
  • 22 જાન્યુઆરી, 1963માં દહેરાદૂનમાં દ્રષ્ટિહિનો માટે રાષ્ટ્રિય પુસ્તકાલયની સ્થાપના કરાઈ હતી.
  • 22 જાન્યુઆરી, 1972માં ઈતાંબૂલની સમગ્ર આબાદીને 24 કલાક માટે નજરબંધા કરાઈ હતી.
  • 22 જાન્યુઆરી, 1973માં નાઈજીરીયામાં જોર્ડન એરલાઈન્સનું વિમાન દુર્ઘનાગ્રસ્ત થતા લગભગ
  • 200 યાત્રિઓના મોત નીપજ્યા હતા.
  • 22 જાન્યુઆરી, 1992માં ડૉ.રોબર્ટા બોન્ડર અંતરિક્ષમાં જનાર પ્રથમ ન્યુરોલોજીસ્ટ અને પ્રથમ મહિલા કેનેડિયન બની હતી.
  • ૧૯૨૪ – રામસે મેકડોનાલ્ડ યુનાઈટેડ કિંગડમના મજૂર પક્ષના પ્રથમ વડા પ્રધાન બન્યા.
  • ૧૯૨૭ - ટેડી વેકલામએ હાઈબરી ખાતે આર્સેનલ એફ.સી અને શેફિલ્ડ યુનાઈટેડ વચ્ચેની ફૂટબોલ મેચની પ્રથમ જીવંત રેડિયો કોમેન્ટરી આપી.
  • ૧૯૯૯ ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેઈન્સ અને તેના બે પુત્રોને પૂર્વ ભારતમાં તેમની કારમાં સૂતી વખતે કટ્ટરપંથી હિન્દુઓ દ્વારા જીવતા સળગાવી દેવામાં આવ્યા.

આજનો દિન મહિમા: યુ. થાંટનો જન્મ દિવસ

સંયુક્ત રાષ્ટ્રના તૃતિય મહાસચિવ તરીકે રહેલાં યુ. થાંટનો જન્મ ૨૨ જાન્યુઆરી,૧૯૦૯ ના રોજ બર્માના પટાનવમાં થયો હતો. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ સ્થાનિક કક્ષાએ પૂર્ણ કરી રંગૂન યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષય સાથે સ્નાતક પૂર્ણ કર્યું.
 
થાંટએ થાઈલવા નામથી અનેક પત્રિકાઓમાં લેખ આપ્યા હતા અને અનેક પુસ્તકોનું લેખન કર્યું જેમાંનું એક પુસ્તક "લીગ ઓફ નેશન્સ” નું તેમણે અનુવાદ કર્યું. યુ નુ બર્માના વડાપ્રધાન બન્યાં બાદ ઈ.સ.૧૯૪૮ માં થાંટને રંગૂન આવવા નિમંત્રણ આપ્યું અને એક મહત્વપૂર્ણ પ્રસારણ નિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી.
 
ઈ.સ.૧૯૫૧ થી ઈ.સ.૧૯૫૭ સુધી થાંટ વડાપ્રધાનના સચિવ રહ્યા. 03 નવેમ્બર, ૧૯૬૧ ના દિને યુ. થાંટએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ તરીકે પદ ગ્રહણ કર્યું. ૩૦ નવેમ્બર,૧૯૬૬ એ થાંટની મહાસચિવ પદ પર પુનઃનિયુક્તિ કરવામાં આવી.
 
ઈ.સ.૧૯૬૫ માં આંતરરાષ્ટ્રીય સદભાવ માટે જવાહરલાલ નહેરુ પુરસ્કાર આપવામાં આવ્યો. ભારતના સર્વોચ્ચ નાગરિક સમાન “ભારતરત્ન" થી સમ્માનિત એમ.એસ.સુબ્બારાવ પ્રથમ ભારતીય સંગીતકાર હતા કે જેમણે ઓક્ટોબર, ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ થાંટ એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રવચન આપવા આમંત્રણ આપ્યું હતું. 

 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.