૨૩ જાન્યુઆરી દિન વિશેષ મહિમા | 23 January General Knowledge


આજનો દિન વિશેષ, દિન મહિમા ૨૩ જાન્યુઆરી, Aaj No Din Vishesh Mahima 23 January મા સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે, તેમજ ૨૩ જાન્યુઆરીના દિવસે બનેલી ઘટનાઓ અને જનરલ નોલેજ વિશે જાણીશુ. 
 
Aaj No Din Vishesh Mahima 23 January

૨૩ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિ: સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ

સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ હતું.સુભાષચંદ્ર બોઝે શાળાકીય અભ્યાસ કટકની જ રવિન્દો કોલેજિયેટ હાઇસ્કૂલમાં કર્યો, જ્યાં તેમના એક શિક્ષકે તેમનામાં દેશપ્રેમની ભાવના ઉત્પન્ન કરી. સુભાષચંદ્ર પંદર વર્ષની વયે ગુરુની શોધમાં હિમાલય ગયા હતા.
 
જોકે સુભાષચંદ્ર સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઇને તેમના શિષ્ય બન્યા હતા. ગાંધીજીએ જ્યારે અંગ્રેજો સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું, ત્યારે સુભાષચંદ્રએ તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજન દાસે સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી, ત્યારે સુભાષબાબુને કલકત્તાની મહાનગરપાલિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવ્યા.
 
૧૯૩૯માં કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુ કોઇ એવા પ્રમુખની પસંદગી કરવા ઇચ્છતા હતા, જે કોઇના દબાણને વશ ન થાય. આખરે સુભાષચંદ્ર અને સિતારમૈયા વચ્ચે આ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઇ, જેમાં સુભાષબાબુ જીતી ગયાં. કોંગ્રેસનું અધિવેશન યોજાયું ત્યારે સુભાષચંદ્રનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં તેમણે અધિવેશનમાં હાજરી આપી.
 
તેમણે અંગ્રેજો સામે યુવાનોને જોડવા માટે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા' સૂત્ર આપ્યું અને ‘આઝાદ હિંદ" ફોજની રચના પણ કરી. તેમણે કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું અને આઝાદ હિંદ ફૌજ દ્વારા અંગ્રેજો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
 
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થયો. એ વખતે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાન દ્વારા મંચુરીયા જવા રવાના થયા હતા. જોકે એ વિમાન રસ્તામાંથી જ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું અને એ પછી તેમને કોઇએ જોયા નહીં. લોકલાડીલા નેતા સુભાષચંદ્ર બોઝનું શું થયું તે વાત આજ દિન સુધી રહસ્યમય જ રહી છે.

૨૩ જાન્યુઆરી દિન મહિમા જનરલ નોલેજ | 23 January General Knowledge

  • 23 જાન્યુઆરી, 1920માં ભારતમાં એરમેઈલ અને હવાઈ પરિવહન સેવાઓ શરૂ થઈ હતી.
  • 23 જાન્યુઆરી, 1930માં ક્લાઇટ ટોમબોગે સૌથી પહેલા પ્લટો ગ્રહની તસવીર લીધી હતી.
  • 23 જાન્યુઆરી, 1966માં ઇંદિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.
  • 23 જાન્યુઆરી, 1897માં ભારતના સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.
  • 23 જાન્યુઆરી, 1926માં શિવસેનાના સંસ્થાપક અને ભારતીય રાજનેતા બાલાસાહેબ ઠાકરેનો જન્મ થયો હતો.
  • 23 જાન્યુઆરી, 1664માં મરાઠા સામ્રાજ્યના થાપક છત્રપતિ શિવાજી મહારાજના પિતા સાહુજી મહારાજનું નિધન થયું હતું.

23 January Din Mahima: મહત્વની ઘટનાઓ

  • ૧૫૫૬ – ચીનના શાંક્સી પ્રાંતમાં ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો. અંદાજે ૮,૩0,000 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
  • ૧૮૪૯ -  એલિઝાબેથ બ્લેકવેલને ન્યૂયોર્કની જિનેવા મેડિકલ કોલેજ દ્વારા એમ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેઓ યુનાઈટેડ સ્ટેટ્સના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
  • ૧૯૫૦ – ક્લેસેટ (ઈઝરાયલની ધારાસભા)એ ઈઝરાયલની રાજધાની જેરુસલેમને બનાવવાનો નિર્ણય કર્યો.
  • ૧૯૬૪ - રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન વેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણમાં ૨૪મા સુધારાને બહાલી આપવામાં આવી.
  • ૧૯૬૭ - સોવિયેત યુનિયન અને આઇવરી કોસ્ટ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
  • ૨૦૦૨ - અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનના કરાચીમાં અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી.
  • ૨૦૨૦ -  વિશ્વ સંસ્થાએ આરોગ્ય કોવિડ-૧૯ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. 
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.