આજનો દિન વિશેષ મહિમા ૨૧ જાન્યુઆરી | 21 January General Knowledge

Aaj no din vishesh, din mahima 21 January આજનો દિન વિશેષ મહિમા: આજના દિન વિશેષમા ‘કવિશ્વર' દલપતરામની જન્મજયંતિ છે અને મેઘાલય રાજ્યની રચના કરવામા આવી હતી. તેમજ ૨૧ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ અને લેવાયેલા નિર્ણયો વિશેનુ જનરલ નોલેજ મેળવીશુ.   

Aaj no din vishesh, din mahima 21 January

૨૧ જાન્યુઆરી આજનો દિન વિશેષ મહિમા: ‘કવિશ્વર' દલપતરામની જન્મજયંતિ

ગુજરાતી પ્રજા પાસેથી ‘કવિશ્વર' નું બિરુદ પામનાર દલપતરામ ડાયાભાઈ ત્રવાડીનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. 

મૂળી ગામમાં જઇ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. તેમની પ્રથમ કવિતા બાપાની પીપર હતી.

બાળપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો. હાસ્યરસના નિરૂપણમાં તેની આગવી સિદ્ધિ હતી.

kavi dalpatram nibandh

'મિથ્યાભિમાન' નાટકના જીવરામ ભટ્ટ, 'સાંબેલું બજાવે તો હું જાણું', 'ઊંટ કહે આ સભામાં’, ‘અંધેરી નગરી અને ગંડુરાજા'માં એમનો વિશિષ્ટ હાસ્યરસ અને માર્મિક વ્યંગ તરી આવતો જણાય છે. તેમણે ‘કાર્બસવિરહ' જેવી શોક કવિતા પણ રચી છે.તેમની લેખન રીતિમાં ઠાવકો ઠપકો, મધુરતા અને નિર્મળતા છે.

નિબંધ, નાટક અને વાર્તા આ રીતે તેઓએ ગધના ૨૫ જેટલા પુસ્તકો લખ્યાં છે. 'બુદ્ધિપ્રકાશ' સામયિકને જીવનદાન આપી તેની કાયાપલટ કરવામાં દલપતરામનો ફાળો બહુ મોટો છે. તેમણે સમાજને ગમ્મત સાથે જ્ઞાન આપીને ધીરે 'ધીરે સુધારાનો સાર' પ્રજાને પાયો છે.

તેમની કવિતાઓ સામાજિક જીવનના ઐતિહાસિક દસ્તાવેજ સમી છે.બ્રિટિશ સરકારે તેમને સી.આઇ.ઇ. નો ઇલકાબ એનાયત કર્યો હતો. પુત્ર ન્હાનાલાલ અને પિતા દલપતરામે ૧૫૦ વર્ષ સળંગ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તે ઐતિહાસિક છે. 

૨૫ માર્ચ,૧૮૯૮ ના રોજ ૭૮ વર્ષની વયે અમદાવાદ ખાતે, જ્યારે તેઓ ‘હરિલીલામૃત' કાવ્ય લખી રહ્યા હતા ત્યારે તેમનું નિધન થયું હતું. કવિશ્વર દલપતરામ એવોર્ડ તેમની સ્મૃતિમાં એનાયત થાય છે.
 

૨૧ જાન્યુઆરી જનરલ નોલેજ | 21 January General Knowledge

  • 21 જાન્યુઆરી, 1865માં પ્રથમ વખત તેલના કૂવાને તારપીડોથી ડ્રિલ કરવામાં આવ્યા હતા.
  • 21 જાન્યુઆરી, 1972માં આસામનો નેકા ક્ષેત્ર કેન્દ્રશાસિત અરૂણાચલ પ્રદેશ બન્યો.
  • 21 જાન્યુઆરી, 1996માં ઇન્ડોનેશિયાના સુમાત્રા કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબતા લગભગ 400 લોકોના મોત નીપજ્યાં હતા.
  • 21 જાન્યુઆરી, 2008માં ભારતે ઈઝરાઈલનો જાસૂસ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો અને તેને પોલર આર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો.
  • 21 જાન્યુઆરી, 2009ના એરફોર્સનું પ્રશિક્ષણ વિમાન સૂર્ય કિરણ કર્ણાટકના બિદરમાં ક્રેશ થયું હતું.
  • ૧૭૮૯ - વિલિયમ હિલ બ્રાઉન દ્વારા પ્રથમ અમેરિકન નવલકથા ધ પાવર ઓફ સિમ્ફથી ઓર ટ્રીમ્ફ ઓફ નેચર ફાઉન્ડેડ ઇન ટ્રુથ, બોસ્ટનમાં છાપવામાં આવી.
  • ૧૯૨૫ – અલ્બાનિયાએ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.

આજનો દિન વિશેષ: મેઘાલય રાજ્યની રચના 

21 january din mahima meghalay rajya ni rachana

૦૨ એપ્રિલ,૧૯૭૦ ના રોજ મેઘાલયની રચના આસામ અંતર્ગત એક સ્વતંત્ર રાજ્ય તરીકે થઈ હતી ને મેઘાલયને ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. મેઘાલય શબ્દનો અર્થ મેઘો (વાદળો)નું ઘર (ધી એબોડ ઓફ ક્લાઉડસ) એવો થાય છે. મેઘાલયના પાટનગર શિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે.

વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું માસીનરામ અને ચેરાપુંજી મેઘાલયમાં આવેલું છે. મેઘાલયની મધ્ય અને પૂર્વ ભાગમાં ખાસી અને જયંતીયા પર્વતો આવેલા છે. મેઘાલય સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે. મણિપુર ભારતની પૂર્વીય સીમાએ આવેલું રાજ્ય છે. 

મણિપુર રાજ્યની સ્થાપના ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ ના રોજ થઈ હતી. મણિપુર ઈ.સ.૧૯૬૨ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૨૧ જાન્યુઆરી, ૧૯૭૨ માં ત્રણ વિસ્તારને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. મણિપુરની પૂર્વમાં મ્યાનમાર, ઉત્તરમાં નાગાલેન્ડ, પશ્ચિમમાં આસામ અને મિઝોરમ આવેલા છે. 

મણિપુર ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા રાજ્યોમાં પાંચમાં સ્થાને છે. મણિપુરના ઉખરલ જિલ્લામાં સિરોઈ પર્વતશ્રેણીમાં લીલીફૂલ મળી આવે છે. તે વિશ્વમાં માત્ર એક આ એક સ્થળેથી મળી આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન ઇમ્ફાલ મહત્વનું સ્થળ હતું.મણિપુર સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે. 

ત્રિપુરા એક સમયે જિલ્લા તરીકે કાર્યરત હતું. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૯ માં ત્રિપુરાનો વિલય ભારતમાં થયો. ત્રિપુરા ભારતનું એકમાત્ર રાજ્ય છે કે જે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ત્રિપુરાની ઉત્તર-પૂર્વે આસામ અને પૂર્વમાં મિઝોરમ આવેલું છે. ત્રિપુરાના કુલ વિસ્તારનો અંદાજિત ૮૪ ટકા ભાગ આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો છે.

ભારતના નાના રાજ્યોમાં ત્રિપુરા ત્રીજા સ્થાને છે. ભારતમાં વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યોમાં ત્રિપુરા ત્રીજા સ્થાને છે. ત્રિપુરા Pvc EPIC (પીવીસી ઈલેક્ટ્રોલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મતદાતા ફોટો કાર્ડ જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. ત્રિપુરા સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય છે.

19 January Din Vishesh
20 Januaru Din Vishesh 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.