આજનો દિન વિશેષ મહિમા ૨૦ જાન્યુઆરી | 20 January General Knowledge

Aaj no din vishesh, din mahima 20 January આજનો દિન વિશેષ મહિમા: આજના દિન મહિમામા અજીત ડોભાલનો જન્મ દિવસ છે, તેમજ ૨૦ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ અને લેવાયેલા નિર્ણયો વિશેનુ જનરલ નોલેજ મેળવીશુ.   

Aaj no din vishesh, din mahima 20 January

આજનો દિન વિશેષ મહિમા: ડોભાલનો જન્મ દિવસ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો જન્મ ૨૦ જાન્યુઆરી,૧૯૪૫ ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેઓ 30 મે, ૨૦૧૪ થી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદ પર છે.
 
પ્રાથમિક શિક્ષણ તેમણે અજમેરની મિલીટરી શાળામાં પૂર્ણ કર્યું. આગ્રા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ પૂર્ણ કર્યું. સ્નાતક થયા બાદ તેઓ આઈપીએસની તૈયારી કરવા લાગ્યા. સખત પરિશ્રમ કરી ઈ.સ.૧૯૬૮ માં તેમની આઈપીએસ તરીકે નિમણુંક થઈ.
 
ઈ.સ. ૧૯૬૮ માં કેરળ કેડરમાં નિમણુંક થઈ. ઈ.સ. ૨૦૦૫ માં ઈન્ટેલીજન્સ બ્યુરોમાં (આઈબી) ચીફ તરીકે નિમણુંક થઈ હતી. તેઓ સક્રિય રીતે મિઝોરમ, પંજાબ અને કાશ્મીરનાં ઉગ્રવાદ વિરોધી અભિયાનોમાં સામેલ હતા. ભારતીય સેનાના મહત્વપૂર્ણ ‘ઓપરેશન બ્લસ્ટાર’ માં એક ગુપ્તચરની ભૂમિકા નિભાવી હતી.
 
અજીત ડોભાલ એ ઈ.સ.  ૧૯૯૧ માં ખાલિસ્તાન લિબરેશન ફ્રેટ દ્વારા અપહરણ કરવામાં આવેલ રોમાનિયા લિવિઉ રાડડુને બચાવવાની સફળ યોજના બનાવી હતી. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની હદમાં આવેલ કાશ્મીરના વિસ્તારમાં આતંકીઓ પર કરવામાં આવેલ હુમલો (સર્જિકલ સ્ટ્રાઈક) ના માસ્ટર માઈન્ડ અજીત ડોભાલને જ ગણવામાં આવે છે.
 
સમગ્ર ઓપરેશન દરમ્યાન તેઓ ડીજીએમઓ સાથે સતત સંપર્કમાં રહ્યા. તેમણે તેમનું જીવન એક જાસૂસ તરીકે જ વિતાવ્યું છે.



20 જાન્યુઆરી જનરલ નોલેજ | 20 January General Knowledge

  • 20 જાન્યુઆરી,1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર "અપ્સરા" નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.
  • 20 જાન્યુઆરી,1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઈ હતી.
  • 20 જાન્યુઆરી, 2000માં સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.
  • 20 જાન્યુઆરી, 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
  • 20 જાન્યુઆરી, 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો

આજનો દિન વિશેષમા ૨૦ જાન્યુઆરીના દિવશે બનેલી મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૧ – તુર્કીએ તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું.
  • ૧૯૩૬ - યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ પંચમનું અવસાન. તેમના સૌથી મોટા પુત્ર એડવર્ડ આઠમાએ સિંહાસન સંભાળ્યું.
  • ૧૯૯૧ -  સુદાનની સરકારે દેશવ્યાપી ઈસ્લામિક કાયદો લાવો, જેનાથી દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના નાગરિક ગૃહયુદ્ધ પર વધુ ખરાબ અસર પડી.
  • ૨૦૦૯ - બરાક ઓબામા અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા.
  • ૨૦૨૧ - જો બિડેન જો બિડેન યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બન્યા. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા 
 
 
"આજનો દિન વિશેષ" વોટ્સઅપ ગૃપમા જોડવવા માટે અહિ ટીક કરો 
 
ઉપરોક્ત માહિતી આપવામા કોઇ ભૂલચૂક રહી હોય તો આપના સૂચન આવકાર્ય છે. નીચે કમેંટ બોક્ષમા જરૂરથી જણાવશો. આ આર્ટીકલ વાચવા બદલ આભાર.