મિત્રો માર્ચ મહિનો આવતાની સાથે વાર્ષિક હિસાબ-કિતાબની ગણતરી પુરા જોશમા શરૂ થઈ જાય છે. તમે પણ મિત્રો સાથે ચર્ચા કરતા હશો કે તે, તમે રીટર્ન ભર્યુ કે નહી? વખતે કેટલો ટેક્ષ ભરવો પડશે? વગેરે પ્રશ્નોની વાતો કરતા હશો.

ચર્ચામાથી ઘણા એવા પ્રશ્નો હશે કે જે તમને દર વખતે મુંજવણમા મુકી દેતા હોય છે. આજનો આર્ટિકલ પણ તે Income Tax Return ના તમામ પ્રશ્નોના જવાબ સાથેનો છે. આવકવેરા રીટર્ન ના Benefits અને વિગતવાર સારી અને સાચી માહિતી મળવીએ ગુજરાતી ભાષામા.

Income-ax-Return-File-Form-ITR

ઈનકમ ટેક્ષ રીટર્ન ફાઇલ એટલે શુ? 

આવકવેરા રીટર્ન એટલે શું?  

તમારી જે વાર્ષિક કમાણી કરો છો, તેમાથી તમારી બચત, કરેલ ખર્ચ, નફા પેટે વધેલ રકમ વગેરે વિગતોની માહિતી તમે એક ફોર્મ ભરીને જાહેર કરો છો અને જાહેર કરેલ તમામ માહિતી સરકારશ્રીની જાણમા છે તેને આવકવેરા રીટર્ન અથવા Income Tax Return File, Form તરીકે ઓળખવામા આવે છે.

:: બેસ્ટ ૧૦ ક્રેડિટ કાર્ડ, તેના પ્રકાર, ફાયદા અને ગેરફાયદા :: 

ITR - ઈનકમ ટેક્ષ રીટર્ન ફાઈલ ક્યા લોકોએ ભરવુ જોઇએ?

સરકારશ્રીના નિયમાનુસાર કરકારી કે પ્રાઇવેટ પગારદાર, નાના મોટા દુકાનદાર, મજુરી કરતા લોકો, વ્યવસાયકારો, નાની મોટી કંપનીઓ એટલે કે ભારતનો દરેક નાગરીક આવકવેરા રીટર્ન ભરી શકે છે.

Income Tax Return કેવી રીતે ભરવુ?

તમે વ્યક્તિગત બે રીતે રિટર્ન ભરી શકો છો.

. Online It Returnની વેબસાઇટ પરથી IT ફોર્મ ડાઉનલોડ કરી, વિગતો ભરી જરુરી આધાર પુરાવા સાથે તમારા જિલ્લાની ઈનકમ ટેક્ષની ઓફિસે જઇને આઇ.ટી. ફોર્મ જમા કરાવી શકો છો.

. તમને ઓનલાઇન કામગીરી કરવા માટેનુ સારુ નોલેજ હોય તો ITR website પર જઇને તમારી જાતે Online ફોર્મ ભરી શકો છો.

ઉપરના બન્ને કિસ્સામા તમે તમારા વિસ્તારના પ્રાઇવેટ It Return નુ કામ કરતા લોકો પાસે જરૂરી ફી ચૂકવીને પણ તમારુ Income Tax Return File કરી શકો છો.

ઈનકમ ટેક્ષ રીટર્ન ક્યારે ભરવુ?

સામાન્ય રીતે તમારી વાર્ષિક આવકની ગણતરી ૦૧/૦૪/ગયુ વર્ષ થી ૩૧/૦૩/ચાલુ વર્ષ એમ કુલ ૧૨ મહિનાની ગણાય છે. જે તે ચાલુ વર્ષની માર્ચ મહિનાની ૩૧ તારીખ સુધીમા તમારે તમારુ It Return ફોર્મ ભરી દેવુ જોઇએ.

ઘણીવાર સરકાર દ્વારા સમય મર્યાદા વધારવામા આવે છે. અને તે સમય મર્યાદામા તમે Income Tax ફાઇલ કરો તો લેટ ફી ભરીને પણ It Return ફોર્મ ભરી શકો છો

:: ઘર આંગણે  તુલષી છોડ શા માટે?  ધાર્મિક અને સાઇંટિફિક મહત્વ ::

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મના કેટલા પ્રકાર છે?

સરકારી વિભાગે કરદાતાઓની આવક અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને કુલ સાત પ્રકારના ITR ફોર્મ છે. તેના વિશે માહિતિ મેળવીએ. 

આઈટીઆર 1: જેમની વાર્ષિક આવક રૂ. 50 લાખ છે, પગારદાર, એક ઘરની મિલકતમાથી થતી આવક અને પેન્શન દ્વારા થતી આવક ધરાવતા લોકો માટે.

આઈટીઆર 2: વાર્ષિક આવક રૂ. 50 લાખ ધરાવતા ખાનગી કંપનીઓ, શેરહોલ્ડરો, એનઆરઆઈ, કંપનીઓના ડિરેક્ટર વગેરે માટે

આઈટીઆર 3: નાના મોટા વ્યવસાયકારો અને જે ધંધાર્થીઓ છે તેમના માટે

આઈટીઆર 4:  અનુમાનિત કરવેરા યોજના હેઠળ આવતા, Profession વ્યવસાયો અને ધંધાથી રૂ. 2 કરોડ આવક ધરાવતા લોકો માટે.

આઈટીઆર 5:  ભાગીદારી પેઢિઓ,  ભાગીદારી (એલએલપી),  કર અને ગણતરીમાથી થતી આવક ધરાવતા વ્યક્તિઓ અને એસોસિએશનો માટે.

આઈટીઆર 6:  ભારતમાં નોંધાયેલ કંપનીઓ માટે.

આઈટીઆર 7: સંશોધન કેંન્દ્રો, ધાર્મિક કે સેવાકીય ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ કે કોલેજ અને રાજકીય પક્ષો માટે.  

ઉપરોક્ત જણાવેલ સાત પ્રકારના આઇ.ટી. રીટર્ન ફાઇલ કરવા માટેના ફોર્મ છે. જે તમારી આવક અને વ્યવસાયને ધ્યાનમા રાખીને ભરવામા આવે છે.

હુ ઈન્કમ રિટર્ન (ITR) ભરુ તો મારે કેટલો Tax ભરવો પડે?

તમારી વાર્ષિક આવક, તમારો વ્યવસાય, થયેલ ખર્ચ, મળેલ નફો, તમે કરેલી બચત વગેરે બાબતો ધ્યાનમા લીધા પછી ક્યા પ્રકારનુ ITR Form ભરવુ તે નક્કી થાય છે.

ઉપરોક્ત તમામ પ્રકારની રકમની ગણતરી થાય છે, પછી જે તે વર્ષમા સરકાર આવકની કુલ રકમ મર્યાદા જાહેર કરે છે તે ધ્યાનમા લેવાય છે.

બધી ગણતરી થયા બાદ તમારે ટેક્ષ ભરવો પડે કે નહી તે કહી શકાય છે. પરંતુ સામાન્ય કામકાજ, નાના પગારદાર, નાનો વ્યવસાય કે કારીગરો-મજુરીકામ કરતા લોકોને મોટાભાગે સરકારને Tax ભરવો પડતો નથી.

:: અનાનસ અને અમરવેલનો આયુર્વેદિક ઉપયોગ અને ૨૦ થી વધુ રોગોનુ નિવારણ :: 

It Return ફોર્મ ભરવુ ફરજીયાત છે?

ના, Return ફોર્મ ભરવુ ફરજીયાત નથી. પરંતુ તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવુ જોઇએ. આગળ જતા તે તમને બહુ ઉપયોગી બને છે.

આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફોર્મ શા માટે ભરવુ જોઇએ?

Income Tax Return કરવાથી શુ Benefits મળે છે?

ITR ફાઈલ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. જેની માહિતી આપણે નીચે આપેલા Benefits ને સમજીને મેળવીશુ.

જો તમે ટેક્સ હેઠળ નથી આવતા અને તમે ITR ફાઈલ કરેલ છે. તો તમને સરળતાથી લોન મળે છે. તમે લોન લઇને તમારો વ્યવસાય શરુ કરી શકો છો.

બેંકમા તમને સરળતાથી લોન મળે છે:

તમે ભરેલ ITR ફોર્મ તમારી આવકનો સરકારી પુરાવો છે. તમે તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકમા લોન માટે અરજી કરો છો, તો બેંક તમારી પાસેથી પહેલા છેલ્લા 3 વર્ષના ITR માગે છે. જો તમે નિયમિત આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઈલ કરો છો તો તમને બેંકમાંથી સરળતાથી લોન મળી જાય છે.

વિઝા માટે જરૂરી છે:

બીજા દેશમા જવા વિઝા માટે અરજી કરો છો તો તમારી પાસેથી ઈન્કમ ટેક્સ રિટર્ન માગવામાં આવી શકે છે. ઘણા દેશોની વિઝા ઓથોરિટીવાળા વિઝા માટે 3 થી 5 વર્ષ સુધીના ITR માગે છે. જેના દ્વારા તે જે તે અરજી કરનાર વ્યક્તિની આર્થિક સ્થિતીનો ખ્યાલ આવે છે.

ITR ફોર્મ ભર્યાની રસીદ મળે છે:

તમે ભરેલા ટેક્ષ ફોર્મની તમને તમારા સરનામા પર એક રસીદ મોકલાવે છે. જે તમે જરૂર પડે તમારા સરનામાના પુરાવા તરીકે રજુ કરી શકો છો.

પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે:

પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ તો ITR ફાઈલ કરવું જરૂરી છે. કોઇપણ ખાતુ હોય સરકારી કે પ્રાઇવેટ તેનુ કામ કરવા માટે તમારે કોન્ટ્રાક્ટ જોઈતો હોય તો તમારે છેલ્લા 5 વર્ષના આવકવેરા રીટર્ન  ફાઇલ આપવા પડે છે.

જીવન વીમો લેવા માટે:

જો તમે કરોડ રૂપિયા સુધીનુ વીમા કવર લેવા માગો છો. તો જે તે વીના કંપનીઓ તમારી પાસેથી ઈન્કમ ટેક્સ રિટર્ન માગે છે. જેના દ્વારા તે તમારી આવક અને તે કેટલી નિયમિત છે તે તપાસવા માટે ITR નો ભરોસો કરે છે.

તો થઈ ફાયદા કે લાભની વાત. હવે જરૂરી આધાર પુરાવા, કાગળો કે દસ્તાવેજની વાતચીત કરીએ.

ITR ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં Documents ની જરૂર પડે છે?

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • મોબાઇલ નંબર
  • બેંકની પાસબુક
  • બેંકખાતાનુ સ્ટેટમેન્ટ
  • બચત કરેલ રકમની પહોચ (વીમો, મેચ્યુલ ફંડ વગેરે)
  • પોસ્ટ ઓફિસ કે બેંકમાથી વ્યાજનું પ્રમાણપત્ર
  • પગાર પત્રક
  • હોમલોન સ્ટેટમેન્ટ
  • ફોર્મ -16, 16- / 16-બી / 16-સી, 26 .એસ.

ઉપરોક્ત આધાર પુરાવાની જરૂરીયાત તમારી આવકને ધ્યાનમા રાખીને જરૂર પડશે. જ્યારે તમે આઇટીઆર ફોર્મ ભરવા માટે પ્રાઇવેટ સંસ્થા કે લોકો પાસે જશો એટલે તે તમારુ બધુ કામ કરી આપશે.

મોત્રો માહિતીને તમારા Social Media મા શેર કરો, જેથી જરૂરીયાત લોકોને પણ સારી માહિતી મળી રહે. દરરોજ અપડેટ મેળવવા માટે, અમારા ગુજરાતી પરીવાર સાથે જોડાવવા માટે, “My Gujarat Words” ફેસબુક પેજને ફોલોવ, લાઇક કરો અને બીજા ગુજરાતી પરીવારના સભ્યોને પણ જોડો...... જય જય ગરવી ગુજરાત.....