નમસ્કાર મિત્રો,

અમારી “My Gujarat Words” સાઇટમા આપનું સ્વાગત છે.

આજનો આર્ટીકલ કે વિષય એવો છે જે, “જાજા હાથ રળિયામણા” અને “પહેલું સુખ તે જાતે નર્યા”, આ બંને ગુજરાતી કહેવાતને સાર્થક કરે છે. જે તમારા અને મારા અંતર આત્માને જાતે કામ કરવાની નવી ચેતના જગાડશે. આ ઘટના કે બનાવ છે ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના નાના એવા “જામકા” ગામની. 

૨૦ વર્ષ પહેલા આ જામકા ગામની સ્થિતિ કેવી હતી?

ગુજરાતનાં જૂનાગઢ શહેરથી મેંદરડા રોડ તરફ ૨૦ કિમી દૂર આ ગામ આવેલ છે. જેની સ્થિતિ સૌરાષ્ટ્રના દરેક ગામ જેવી સામાન્ય જ હતી. ચોમાસામાની ઋતુમાં વરસાદ સારો પડે. પરંતુ પાણીનો સંગ્રહ થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા ન હતી. ને તમામ પાણી દરિયામાં વહી જતું.

જેવો ઉનાળો આવે કે હાલત ખરાબ થઈ જતી. પીવા અને વાપરવા પાણી માટે વલખાં મારવા પડતાં. આ ગામની ફરતે ૬૦૦૦ વીઘા જેટલી ખેતી લાયક જમીન છે. પરંતુ તે ખેતી વરસાદ પર નિર્ભર હતી. ચોમાસામાં ખેતીમાં પાક લઈ શકાય અને બાકીની બંને ઋતુમાં ખેતી નકામી પડી રહેતી.

વર્ષ ૧૯૯૯ની સાલમાં વરસાદ બહુ પડ્યો નહીં. ગામમાં દુકાળ જેવી પરિસ્થિતી બની રહી. તે સમયે રાજકોટ નિવાસી મનસુખભાઈ સુવાગિયા નામના સજ્જન માણસ પરિવારિક પ્રસંગે આ ગામમાં આવેલા. ભેગા થયેલા ગામના અગ્રણીઓ સાથે પાણીના મુખ્ય પ્રશ્ન વિષે વાતચીત થઈ. સમસ્યાના સમાધાન માટે મનસુખભાઈએ ચેકડેમ બાંધવાનો વિચાર મૂક્યો.

"જાજા હાથ રળિયામણા" કહેવતને સાર્થક કરી:

મનસુખભાઇના કહેવાથી લોકો ટ્રેક્ટર લઈને ગામની ફરતે ફર્યા અને નદીનું વેણ અને આસપાસની જગ્યાની માહિતી નોંધતા ગયા. રાત્રે ગ્રામસભા માટે ગામના ચોરે ભેગા થવાનું નક્કી કર્યું.

વાતોની વણજાર શરૂ થઈ. લોકોને એમ કે એકાદ પાળો બનાવા માટે અને સરકાર પાસેથી સહાય કેવી રીતે લેવી તેની વાત થશે એવું ગામલોકો માનતા હતા. પરંતુ તે સજ્જન માણસે એક, બે, નહીં પરંતુ 51 જેટલા ચેકડેમ બાંધવાની વાત કરી.

:: આપણે હોળી અને હોલાષ્ટક શા માટે ઉજવીએ કે પાળીએ છીએ ::

આ સાંભળીએ સૌ લોકો આશ્ચર્ય પામી ગયા. પણ લોકો કહે પૈસા ક્યાથી આવશે? આવા કામ તો સરકાર જ કરે. અમે તેમાં શું કરી શકીએ? વાત આગળ વધી મનસુખભાઇ કહે, સરકાર જ આ કામને પાર પાડવાની હોત તો અત્યાર સુધી ચેકડેમ કેમ ના બન્યા? આ કામ તમારે જ કરવાનું છે.

જેમ આપણે કથા, સપ્તાહ, હવન અને મંદિર નિર્માણમાં ફાળો આપીએ છીએ તેવી જ રીતે આ કાર્યમાં પણ આપ સૌ ખેડૂત મિત્રોએ દાન આપવાનું છે. તમે જ તમારી સરકાર છો. આપણે તમામ ગામલોકોના શ્રમદાનથી આ ચેકડેમ બાંધવાના છે.

કોણે કેટલી સહાય કે દાન આપવું તે નક્કી થયું. એ સજ્જન માણસે અનુદાનમા રૂ 50000/- અને લોન પેટે રૂ 50000/- આપવાની વાત કરી. ગામલોકોનો પણ જુસ્સો વધ્યો. તેઓ રૂ. 2500/- ને બદલે રૂ 3000/- આપવા તૈયાર થયા.  

માત્ર એક જ વાર રૂ. ૧૦ લાખનો ખર્ચ અને વાર્ષિક આવક રૂ. ૧૦ કરોડ:

એક ભવ્ય કામના નિર્માણની શરૂઆત થઈ. આ મહાદાન શ્રમદાનમાં નાનાથી લઈને મોટા સૌ કોઈ ભાગીદાર બન્યા. ૪ મહિના મહાશ્રમના અંતે ૫૧ ચેકડેમ અને ૨ તળાવનું નિર્માણ કામ પૂર્ણ થયું. ગ્રામજનોમાં આનંદનો પાર ના રહ્યો. આ તમામ કાર્યનો આશરે ખર્ચ રૂ. ૧૦ લાખ જેટલો થયો હતો.

:: બેસ્ટ ૧૦ ક્રેડિટ કાર્ડ, તેના પ્રકાર ફાયદા અને ગેરફાયદા ::

આજે આ ગામમાં બારેમાસ ખેતી થાય છે. ખેતીનો એક નાનો કટકો પણ પાણી વગરનો નથી. ઉનાળામાં પણ ગામની ૮૦% જેટલી જમીનમાં પાક લેવાય છે. મગફળી, તલ, કઠોળ, કપાસ વગેરે લેવાય છે. બારેમાસ લીલો ઘાસચારો મળી રહેવાથી પશુ ધન વધ્યું. આ બધુ મળીને ગામની વાર્ષિક આવક આશરે રૂ. ૧૦ કરોડથી પણ વધારે છે.

આ ગામની ખેતી અને તેની ઉપજ કેવી છે?

ખેતી સમૃધ્ધ થતાં પશુ પાલન ઉધ્યોગને વેગ મળ્યો. આજે આ ગામમાં 400 જેટલા ખેડૂતો પોતાની ગૌશાળા ચલાવે છે. પૂરતા પ્રમાણમાં દેશી ખાતર મળી રહે છે. ડેરી ઉધ્યોગ આગળ વધ્યો. ખેતીમાં રાસાયણિક ખાતરને બદલે છાણિયું ખાતર અને ગૌમૂત્રનો ઉપયોગ થાય છે.  

જામકા ગામમાં પાકતા શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયાં ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. જેના કારણે આ ખેતી ઉપજને આજે જામકા ગામના લોકો ૧૧ દેશોમાં વેચે છે.

અહી સુધી પહોચવા માટે લોકોએ શું શું જતું કર્યું છે?

શૂન્યમાથી સર્જન કરવા માટે લગભગ છેલ્લા ૨૦ વર્ષથી ગામલોકોએ ધાર્મિક કાર્યોમાં મોટો ખર્ચ નથી કર્યો. લગ્ન જેવા શુભ પ્રસંગોમાં થયા ખર્ચ પર કાપ મૂક્યો છે. મૃત્યુ પામેલા સ્વજનોની પાછળ ખર્ચ કરવાને બદલે તે નાણાનો ઉપયોગ તળાવ ખોદવામાં કરે છે અને તેમની યાદગીરી માટે વૃક્ષો વાવે છે. જે બચેલા પૈસા છે તેમાથી પાકી કેનાલ બનાવે છે. ઘરે ઘરે એક ગાય રાખવી તે વિચારને અનુસરે છે.

આ ગામના મુલાકાતીઓ કોણ છે?

આ ગામની જળક્રાંતિના વિચારને નિહાળવા દેશમાથી આજસુધી ૧૦ લાખ લોકો અહી આવી ચૂક્યા છે. ૩૦ જેટલા દેશના ખેતી અને પાણી સંગ્રહના નિષ્ણાંતો આ યોજનાની મુલાકાત કરેલ છે. તેમજ આપણાં દેશના મહાનુભાવોમાં વડાપ્રધાન મોદીજી, મોહન ભાગવતજી, બાબા રામદેવ, મોરારીબાપુ, અરવિંદ કેજરીવાલજી, અજીમ પ્રેમજી વગેરે આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે. અને અભિનંદન પાઠવ્યા છે.  

મિત્રો અમને આશા છે કે આ લેખ, “જળક્રાંતિથી જનક્રાંતિ સુધી”, આપને ગમ્યો હશે. તમારા સોશિયલ મીડિયામાં શેર કરો, જેથી અન્ય ગુજરાતી મિત્રોને પણ પ્રેરણા અને આત્મબળ મળી રહે.

અમારા ગુજરાતી પરિવાર સાથે કાયમી જોડાવવા,  સાચી અને સારી માહિતી મેળવવા માટે, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ/લાઈક કરો.....જય જય ગરવી ગુજરાત.......