Email શું છે? અને તેનો ઈતિહાસ, ૨૦૨૧

email-meaning-ingujarati-2021

આ પ્રશ્ન, ઈમેલ શું છે (What is Email in Gujarati) નો જવાબ તમારામાથી મોટાભાગના લોકો જાણે છે. કારણ કે આ Emails નો ઉપયોગ આપણે રોજિંદા જીવનમા ઘણીવાર કરીયે છીએ.

ઘણા લોકો ઇમેલ દ્વારા પોતાના ઘરના સભ્યો કે મિત્રોને message કરે છે, મોટાભાગના લોકો પોતાના email account આખો દિવસ ચેક કર્યા કરે છે, ઇમેલનો ઉપયોગ office work મા કરે છે. તો ઘણા લોકો website કે mobile application મા લોગિન થવા માટે Email Id નો ઉપયોગ કરે છે.

આવા ઘણા કામમા ઇમેલનો ઉપયોગ થાય છે. એક રીતે જોઇએ તો Email Address આપણા બધા માટે એક વર્ચ્યુઅલ એડ્રેસ છે. જે આજના સમયમા કોમ્યુનિકેશન કરવા માટેનુ સૌથી મોટુ રૂપ બની ગયુ છે. ઇમેલને, phone calls અને postal email કરતા વધારે professionally ઉપયોગ કરવામા આવે છે.

તો મિત્રો ઇમેલ શું છે તેના વિશે પુરી માહિતી મેળવીએ અને તેના વિશે હજુ કોઇ પ્રશ્ન હોય તો આ આર્ટીકલ પુરો થતા તેનુ પણ સમાધાન થઈ જશે. તો જાણીએ કે, ઇમેલ એડ્રેસ શુ છે, ગુજરાતીમા.

what-is-email-in-gujarati

 

::‌‌‌- ધોરણ ૧૦ પાસ માટે ગ્રામિણ ડાક સેવકની ભરતી - ૨૦૨૦/૨૧

::- વ્હાલી દીકરી યોજના - રૂ. ૧ લાખ ૧૦ હજારની સહાય - ૨૦૨૦/૨૧ 

 

ઈમેલ શું છે? (What is Email in Gujarati 2021)

Email Meaning in Gujarati: ઇમેલનુ પૂરુ નામ ઈલેક્ટ્રોનિક મેલ – Electronic Main છે. ઘણા લોકો તેને e-mail, email, electronic mail પણ કહીને બોલાવે છે. આ એક Digital Message છે, જેના દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાર્તાલાપ કે પત્રવ્યવહાર કરી શકે છે.

પહેલાના સમયમા હુ અને તમે ટપાલ કે પોષ્ટકાર્ડ લખતા. યાદ છે ને એ દિવસો? કેવી મજા આવતી પત્ર લખવામા અને વાચવામા!  જ્યારે આ digital યુગમા internet ઉપયોગ કરીને computer કે mobile મા લખીને પત્રવ્યવહાર કરીયે છીએ. જેને ઇમેલ તરીકે ઓળખવામા આવે છે. 

 

:: મોબાઇલ દ્વારા ઈમેલ એકાઉંટ કંઇ રીતે બનાવવુ? ગુજરાતી 

 

What is Email Id or Email address in Gujarati 2021?

તમે ઘણીવાર તમારી પાસેથી તમારા મિત્રો, ઓફિસમા કે નોકરીમા તમારુ Email Id અથવા Email address માગ્યુ હશે. તો તમે પહેલીવાર આ શબ્દ સાભળ્યો હશે તો તમને પ્રશ્ન થયો જ હશે કે આ Email Id અને Email address શુ છે? તો જાણીએ ઈમેલ આઈ શુ છે (what is email id) અને ઈમેલ એડ્રેસ શું છે (what is email address), ગુજરાતીમા.

ઘણા લોકો ઈમેલ આઈ બોલે છે તો ઘણા લોકો ઈમેલ એડ્રેસ બોલે છે. ખરેખર બાન્ને એક જ છે. Email Id કે Email address મા મુખ્ય બે ભાગ છે. પહેલુ Email User Name અને બીજુ Email Domain Name.

what is email id name?

ઉપરની Image મા તમે જોઇ શકો છો કે

૧. Email User Name: તમે જ્યારે તમારુ નવુ email account બનાવો છો ત્યારે તમારે યુનિક નામ લખવાનુ હોય છે.

૨. Email Domain Name:કંપનીનુ નામ છે જે તમને email service પુરી પાડે છે. તમને ઈમેલ મોકલવા માટે અને આવેલ ઈમેલ સાચવવા માટેની ઇંટરનેટમા જગ્યા આપે છે. જેમ કે,  gmail.com, yahoomail.com આ કંપનીઓ છે જેના માધ્યમ દ્વારા તમે ઈમેલ મોકલો છો કે બીજા લોકો તમને ઈમેલ મોકલી શકે છે.

 

::-  સુર્ય ઉર્જા રૂફટોપ યોજના, ૨૫ વર્ષ સુધી મફત વીજળી વાપરો, ૪૦% સબસિડી

::- પાલક માતા-પિતા યોજન, દર મહિને રૂ. ૩૦૦૦/- ની સહાય, ૧૮ વર્ષ સુધી, ૨૦૨૦/૨૧

 

 હવે આપણે ઈમેલના ઇતિહાસ વીશે જાણીશુ.

શુ તમે જાણો છો કે ઇમેલની શોધ કોણે કરી? વિશ્વનો પ્રથમ email, Ray Tomlinson (રે ટોમલિંસન) દ્વારા ઇ.સ. ૧૯૭૧ ની સાલમા મોકલવામા આવ્યો હતો. ટોમલિંસને આ e-mail ને પોતાને જ test email message કર્યો હતો. જેમા તેણે,QWERTYUIOP” લખ્યુ હતુ. ત્યાર બાદ આ e-mail message ને ARPANT ના માધ્યમ દ્વારા ટ્રાન્સમીટ કરવામા આવ્યો. એટલા માટે રે ટોમલિંસનને ઈમેલના જન્મદાતા તરીકે ઓળખવામા આવે છે.

ઘણીવાર પ્રશ્ન થાય કે Email id અને Gmail id બન્ને એક જ છે કે પછી અલગ અલગ છે? તેના વીશે પણ માહીતી મેળવી લઇએ કે ઇમેલ આડી અને જીમેલ આડીમા શુ તફાવત છે

  

Deference between Email id and Gmail id in Gujarati 2021?

આગળ આપણે ઇમેલ અને ઇમેલ આડી વિશે માહિતી મેળવી. જેમા તમે જોયુ કે email id or email address મા બે ભાગ હોય છે. પેલો ભાગ User Name જેમા તમારુ યુનિક નામ હોય છે. બીજો ભાગ Email Domain Name, તે કમ્પનીનુ નામ જે આપણને આ સુવિધા વાપરવા માટે જગ્યા આપે છે.

Gmail Id google company ની એક સુવિધા છે. જેમ કે તમે ટપાલ, કવર કે પાર્સલ તૈયાર કર્યુ તેને પોષ્ટોઓફિસ દ્વારા, કુરિયર દ્વારા કે પછી કોઇની સાથે વાહનમા મોકલશો? તો કે લઇ જનાર અને લાવનારની જે સુવિધા પુરી પાડે છે તે companyનુ નામ Domain Name પાછળ લાગે છે.

Gmail Id, Yahoo Id આ બધા જે તે companyના Domain Name છે. હવે ખ્યાલ આવ્યો કે Email id અને Gmail id મા શુ તફાવત છે. એક સુવિધા છે અને બીજુ સુવિધા પુરી પાડનાર કમ્પનીનુ નામ છે. 

 

ઈમેલ કેવી રીતે કામ કરે છે?

આવો જાણીયે email ના કેટલાક basic function વીશે.

૧. Sending Email (ઈમેલ મોકલવો): જ્યારે તમારો ઇમેલ લખાઇ જાય અને તમારે જેને ઇમેલ મોકલવો છે તેનુ Email address પણ લખાઇ જાય પછી તમે send બટન પર ક્લિક કરો છો. થોડી જ વારમા તમરો email સામેની વ્યક્તિને મળી જાય છે.

૨. Email Transport (ઇમેલ ટ્રાંસપોર્ટ): ઇમેલ સર્વર તમે મોકલેલા મેસેજને સામેના ઇમેલ સર્વર સુધી મોકલે છે. અને ખ્યાલ આવે છે કે આ electronic mail ને તમારે કઈ રીતે જોવો અને ડાઉનઓડ કરવો.

૩. Fetching New Mail (નવા ઇમેલને મેળવવો): તમારા mail box કે Inbox મા કોઇ નવો મેસેજ આવે છે ત્યારે માત્ર તમારે તેના પર ટીક કરવાનુ હોય છે. આવેલો ઇમેલ ખુલી જાય છે અને તમે તેને વાચી શકો છો. 

 

ઇમેલ કઈ રીતે લખવો ( How to write email in Gujarati?)

જેમ આપણે ટપાલ કે પત્ર લખીયે છીએ, તેમા કઇ રીતે લખવુ તેનુ ચોક્કસ માળખુ હોય છે. તેવી જ રીતે electronic mail લખવા માટેનુ એક માળખુ છે, તેને સમજીયે.

૧. સૌથી પહેલા આવે  છે To Field. જેને તમે ઇમેલ મોકલવા માગતા હોય તેનુ e-mail address આમા લખવાનુ હોય છે.

૨. બીજુ આવે છે From Field. જેમા તમારુ email id આવે છે.

૩. જો તમે ઇમેલનો reply આપો છો તો To અને From બન્ને Fields ઓટોમેટીક તેની રીતે લખાઇ જશે. જ્યારે તમે New Message લખો છો તો તમારે આ લખવુ પડશે.

૪. Subject મા તમે કરેલો Email ક્યા Subject કે વસ્તુનો છે તેનુ થોડુ વર્ણન લખવાનુ હોય છે. જેથી સામેની વ્યક્તિને ખ્યાલ આવે કે તમારો મેલ શેનો છે.

૫. આ જગ્યા છે CC (Carbon Copy): જ્યારે તમે કોઇને ઇમેલ કરો છો અને તેની જાણ બીજી વ્યક્તિને કરવા માગો છો કે તમે આ કામ કરી લીધુ છે ત્યારે આમા તે બીજી વ્યક્તિનુ email address લખવુ. આ ફિલ્ડ ફરજીયાત નથી.

૬. ત્યાર બાદ આવે છે BCC (Blind Carbon Copy) આ ફિલ્ડ ઉપરના સીસી ની જેમ કામ કરે છે. આમા એકથી વધારે મેસેજ મોકલી શકો છો. તમે કોને કોને email message કર્યો તે સામેની વ્યક્તિ જોઇ શકતી નથી. માત્ર તેઓના email id દેખાય છે. . આ ફિલ્ડ ફરજીયાત નથી.

૭. છેલ્લે આવે છે message body, જેમા તમે કરેલા ઇમેલ મેસેજ વિષે ઘણુબધુ લખી શકો છો. અને તેની નીચે તમારુ નામ કે digital signature હોય છે.  

benefits-of-electronic-mail-gujarati
 

ઈમેલના ફાયદા: Benefits of Email in Gujarati

૧. Speed હોય છે: તમે જે ઉમેલ લખીને મોકલો છો તે સામેની વ્યક્તિ પાસે ખુબ જડપથી પહોચે છે.

૨. Quick Communication: તમે સારી રીતે અને જડપથી વાચી શકો છો અને તેજ જડપથી તેનો જવાબ પણ આપી શકો છો.

૩. Attachments કરી શકો છો: તમે જે email message કર્યો છે તેની સાથે ફાઇલ પણ તમે સાથે જોડી શકો છો.

૪. Record: તમારી તમામ વાતચીત, પત્રવ્યવહાર ના રેકોર્ડને સાચવી રાખે છે. તમે તેની પ્રિંટ પણ કાઢી શકો છો. જ્યા સુધી રેકોર્ડને તમે ડિલિટ ના કરો ત્યા સુધી તમામ તેમા સચવાયેલા રહે છે.

૫. Unlimited Space or Time: તમને લખવા માટે ખુબ જ જગ્યા મળે છે તેની કોઇ મર્યાદા નથી. અને લખેલા મેસેજને ફરીથી પણ ઉપયોગમા લઇ શકો છો.

૬. Free Communication by Email: તમે તમારુ ફ્રીમા Email Account બનાવી શકો છો. ગમે તેટલા electronic emails મોકલી શકો છો અને સામેથી મેળવી શકો છો. તેના માટે તમારે એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી.

૭. Get Free Security: જ્યા સુધી તમારુ email id અને password તમે બીજી કોઇ અજાણી વ્યક્તિને ના આપો ત્યા સુધી તમારા તમામ electronic mails કોઇ જોઇ કે વાચી શકતુ નથી. 

 

ઈમેલની કેટલીક મર્યાદા વીશે જાણીએ

૧. Emails મોકલવા અને મેળવવા માટે તમારે Internet Connection ની જરૂર પડે છે.

૨. Emails મા તમે બહુ મોટી Sizeની Files મોકલી શકતા નથી.

૩. Emails મા અમુક પ્રકારની ફાઇલ તમે નથી મોકલી શકતા.

 

Email મા તમે શું શું મોકલી શકો છો.

શરૂઆતમા electronic mail નો ઉપયોગ message લખવા માટે થતો હતો. પણ સમય જતા તેની સુવીધામા વધારો કરવામા આવ્યો. જેના કારણે આજે આપણે તેમા કેટલાક પ્રકરની digital file સાથે મોકલી શકિએ છિએ. જેમ કે .jep, .jpeg, pdf, Microsoft office file, rar or zip file, video વગેરે પ્રકારની files attach કે જોડી શકિયે છીએ. File Size 25mb થી વધારે મોકલી શકતા નથી.

મને આશા છે કે ઈમેલ શું છે (What is Email in Gujarati) નો જવાબ તમને આ આર્ટિકલમા મળી ગયો હશે. હવે તમારે Email, Email id, Email address વીશે વધારે internet મા search કરવાની જરૂર રહેશે નહિ.

હજુ પણ તમને આ બાબતે કોઇ પ્રશ્ન હોય તો comment box મા જરૂરથી જણવજો. આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો તમારા social media જરૂરથી તમારા મિત્રોને શેર કરજો જેથી તેઓને પણ સાચી અને સારી માહિતી મળી રહે.   આભાર........